GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

MORBI:વાંકાનેરની મહિકા શાળાના મહિલા આચાર્યને અન્ય શાળાના એક ચોક્કસ સંપ્રદાયના આચાર્ય દ્વારા ડરાવવા-ધમકાવવા બાબત ઉચ્ચકક્ષાએ રજુઆત

MORBI:વાંકાનેરની મહિકા શાળાના મહિલા આચાર્યને અન્ય શાળાના એક ચોક્કસ સંપ્રદાયના આચાર્ય દ્વારા ડરાવવા-ધમકાવવા બાબત ઉચ્ચકક્ષાએ રજુઆત

મોરબી જિલ્લામાં એક ચોક્કસ સંપ્રદાયના વ્યક્તિ દ્વારા શૈક્ષિક મહાસંઘના કાર્યકર્તા વિરુદ્ધ કરેલ ખોટી અરજીઓ બાબત રજુઆત

મોરબી જિલ્લામાં અને વાંકાનેર તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી એક ચોક્કસ સંપ્રદાયના લોકો દ્વારા ચોક્કસ સમુદાયના પત્રકાર દ્વારા વાંકાનેરના મોરબીના દશેક જેટલા શિક્ષક ભાઈઓ બહેનો અને શૈક્ષિક મહાસંઘના કાર્યકર્તા વિરુદ્ધ તથ્ય વગરની આધાર પુરાવા વગરની નામી બેનામી અરજીઓ આરટીઆઈ કરી ડરાવવા ધમકાવવામાં આવે છે.
નવા મહિકા શાળાના આચાર્ય શિક્ષિકા બહેનને બાજુની કાનપર શાળાના આચાર્ય શાહબુંદીન બાદી દ્વારા મહિલા આચાર્યની વારંવાર રેકી કરી નવી મહિકા શાળામાં આવી બહેન શું કરે છે?ક્યાં જાય છે?વગેરે બાબતોનું ધ્યાન રાખે છે અને ફોન પર ધમકાવી બેનામી અરજી કરવાની ધમકી આપેલ છે જેના કારણે એ બહેન ખુબજ માનસિક તાણ અનુભવે છે.એના લીધે છેલ્લા બે ત્રણ દિવસથી શાળાએ પણ જઈ શકતા નથી એમને પોતાનું સ્ત્રીત્ત્વ જોખમમાં જણાઈ રહ્યું છે.તેમજ વાંકાનેરની એક અન્ય કણકોટ શાળા શિક્ષિકા સ્વાતિબેન રાવલની પણ બેનામી અરજી કરેલ છે.વાંકાનેરના રામકૃષ્ણ તાલુકા શાળાના આચાર્ય હસમુખભાઈ મકવાણાની માહિતી માંગેલ છે. વાંકાનેરની તાલુકા શાળા નંબર: -૧ ના આચાર્ય પીયૂષભાઈ માનસેતાની માહિતી માંગેલ છે.
વાંકાનેરના બી.આર.સી મયુરસિંહ પરમાર અને સીઆરસી કૌશિક સોની વિરુદ્ધ પણ માહિતી માંગેલ છે.વાંકાનેરના પૂર્વ ઈન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મંગુભાઈ પટેલ વિરુદ્ધ પણ અરજીઓ કરી હેરાન પરેશાન કરેલ છે.મોરબીના માધાપરવાડી કન્યા શાળાના આચાર્ય અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના જિલ્લા અધ્યક્ષ દિનેશભાઈ વડસોલાની આધાર પુરાવા વગરની અરજી કરેલ છે જેની તા.31.07.22 ના રોજ આજ પ્રકારની એક અરજી થયેલ અને એની તપાસ ત્રણ અધિકારીઓએ કરેલ હતી ફરી પાછી એજ મુદા સાથેની અરજી કરેલ છે.
આ બધી અરજીઓ ખોટી અને આધાર પુરાવા વગરની કરનાર એક ચોક્કસ સમુદાયનો વ્યક્તિ છે.જે મહાસંઘના કાર્યકર્તાઓ હોદેદારોને ટાર્ગેટ કરીને, બદનામ કરી એમનું મોરલ તોડવાનો, રૂપિયાનો તોડ કરવાનું કામ છે. અમુક અમુક વ્યક્તિઓ પાસેથી રૂપિયાનું સેટિંગ કરી અરજીઓ પરત ખેંચી સમાધાન કરેલ છે માટે આવા તોડબાજ અરજદારોની ખોટી આધાર પુરાવા વગરની અરજીઓ ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્રમાંક સીડીઆર/૧૪૨૦૧૫ /૧૧૩૯/તપાસ એકમ સચિવાલય, ગાંધીનગર તા.૧૬/૧૦/૨૦૧૫ ના પત્ર મુજબ આવી અરજીઓ દફતરે કરવાની હોય છે, જેનાથી આવા ખોટા અરજદારોને બળ ન મળે, એક વ્યક્તિ અનેક વ્યક્તિઓ વિરુદ્ધ ખોટી અરજીઓ કરેલ છે આ બાબતે યોગ્ય કરવા શૈક્ષિક મહાસંઘના કાર્યકર્તાઓ તેમજ શિક્ષક ભાઈઓ અને બહેનોએ ખુબજ મોટી સંખ્યામાં હાજર ઉચ્ચકક્ષાએ રજુઆત કરેલ છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!