Morbi મોરબી જિલ્લા મેલેરીયા સંકલન સમિતિની બેઠક યોજાઈ; કલેકટર એ રોગચાળો ન ફેલાય તે માટે પૂર્વ આયોજન કરવા સુચના આપી

સ્લમ વિસ્તાર અને સુચિત શહેરી વિસ્તારમાં ક્લોરીનેશન સહિતના જરૂરી પગલાં લેવા સૂચના આપતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી
મોરબી જિલ્લા કલેકટરશ્રી કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં તથા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હંસાબેન પારેઘીની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લાની મેલેરીયા સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાઇ હતી.
આ બેઠકમાં મેલેરિયા, ડેન્ગ્યુ જેવા વાહક જન્ય રોગો અને રોગચાળા નિયંત્રણ તેમજ અટકાયતી પગલા બાબતે સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લામાં લોહીની તપાસ માટે લેવામાં આવેલા નમુના, પોઝિટિવ કેસ તેમજ તે સંદર્ભે કરવામાં આવેલી કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત જિલ્લાના પોઝિટિવિટી રેટની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા સહિતના વાહકજન્ય રોગ અંગે સમીક્ષા કરી માસિક લોહી તપાસ ઇન્ડિકેટર અને તે બાબતના સર્લેલન્સ બાબતે જરૂરી ચર્ચાઓ કરવામાં આવી હતી. જિલ્લા કલેકટરશ્રીએ જિલ્લામાં રોગચાળો ન વકરે તે માટે વરસાદ પૂર્વે પૂર્વ આયોજન કરી ક્યાંય પણ પાણી ન ભરાય તે માટે આગોતરું સુચારૂ આયોજન કરવા તેમજ ફોગીંગ સહિતની કામગીરી વધારવા સુચના આપવામાં આવી હતી.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ. પ્રજાપતિએ સ્લમ વિસ્તાર તેમજ સુચિત શહેરી વિસ્તારને ખાસ ધ્યાનમાં લઇ સાફ-સફાઈ, ફોગીંગ તેમજ ક્લોરીનેશન સહિતના જરૂરી પગલાઓ લેવા સૂચના આપી હતી.
આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.પી.કે. શ્રીવાત્સવ, આર.સી.એચ.ઓ.શ્રી ડો. સંજય શાહ, ડીએમઓશ્રી વિપુલ કારોલીયા, ઈએમઓશ્રી ડો. ડી.વી. બાવરવા તથા તાલુકા આરોગ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.