અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરે બાપરે 3 વર્ષથી ગુરુ ગાયબ : મેઘરજ તાલુકાની કેશરપુરા પ્રા શાળાની શિક્ષિકા 3 વર્ષ થી ગેરહાજર,તંત્ર દ્વારા કોઈજ પગલાં ના લેવાયા..?
હાલ સમગ્ર ગુજરાતમાં ગુરુ ગાયબ અને ગુરુ ગેરહાજર ને લઇ જે શિક્ષણ જગત ને શરમમાં મૂકે તેવી ઘટનાઓ સામે આવતા ગુજરાત ભરમાં હવે એક પછી એક એવા કિસ્સા સામે આવી રહ્યાં છે જેમાં શિક્ષક ગેરહાજર હોય અને અન્ય કોઈ શિક્ષક તરીકે ભણાવતું હોય તેવી ઘટના સામે આવી છે ત્યારે વધુ એક એવી અરવલ્લી જિલ્લાની ઘટના સામે આવતા અનેક ચર્ચાઓ જામી છે
વાત છે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના કેશરપુરા પ્રાથમિક શાળા ની જ્યાં ધોરણ 1 થી 5 ની શાળા છે અને બે શિક્ષકો ની મહેકમ ધરાવતી આ શાળા છે. આ શાળામાં ફરજ બજાવતા શર્મિષ્ટાબેન પટેલ નામની શિક્ષિકા જે છેલ્લા ત્રણ વર્ષથી સતત ગેરહાજર રહેતા હોવાની વાત સામે આવી હતી મળતી માહિતી મુજબ તે શિક્ષિકા છેલ્લા 28/07/2021 થી આજ દિન સુધી ગેરહાજર રહેતી હોવાની વાત સામે આવી હતી.છેલ્લા 724 દિવસ થી ગેર હાજર રહેતા શિક્ષિકા બાબતે બાળકોના ભવિષ્ય ને લઇ વાલીઓ એ આક્ષેપ કર્યા હતા અને કહ્યું હતું કે શાળામાં આ બહેન છેલ્લા ત્રણ વર્ષથી ગેરહાજર રહે છે અને અમારા બાળકોનું ભણવાનું બગડે છે.શિક્ષિકા ને હાજર કરવામાં આવે અથવા તેમની જગ્યા એ અન્ય શિક્ષકને મુકવામાં આવે તેમ જણાવ્યું હતું. તો શાળાના SMC કમિટી ના સભ્ય એ પણ જણાવ્યું હતું કે આ બાબતે વારંવાર લેખિત રજુઆત અને મૌખિક રજુઆત કરવામાં આવી છે છતાં હજુ આ બાબતે કોઈ કાર્યવાહી થઇ નથી તો આ બાબતે જવાબદાર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.વારમવાર રજુઆત કરવા છતાં તંત્ર દ્વારા કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહિ..? તે સરગતો સવાલ ઉભો છે શું છેલ્લા 3 વર્ષ થી શિક્ષિકા સામે કેમ કોઈ પગલાં ના લીધા..? તંત્ર ને લેખિત રજુઆત કરવા છતાં કેમ કોઈ કાર્યવાહી નહિ..? આ બધા સવાલો વચ્ચે હવે કાર્યવાહી થશે કે નહિ તે જોવાનું રહ્યું.





