MORBi:મોરબી શહેર નાં લાતી પ્લોટ વિસ્તાર ની દુર્દશા સૌથી વધુ ટેક્સ ચૂકવતો લાતી પ્લોટ વિસ્તાર નેં કોની નજર લાગી! એક પણ રોડ ઉપર ચાલી શકાય તેવી પરિસ્થિતિ નથી.

MORBi:મોરબી શહેર નાં લાતી પ્લોટ વિસ્તાર ની દુર્દશા સૌથી વધુ ટેક્સ ચૂકવતો લાતી પ્લોટ વિસ્તાર નેં કોની નજર લાગી! એક પણ રોડ ઉપર ચાલી શકાય તેવી પરિસ્થિતિ નથી.
રીપોર્ટ:- શ્રીકાંત પટેલ-મોરબી
મોરબી શહેર નગરપાલિકામાં સૌથી વધુ ટેક્સ ભરતા શહેરના ઔદ્યોગિક વિસ્તાર લાતી પ્લોટની દો જખ જેવી પરિસ્થિતિ છે. જ્યાં હાલ એક પણ રોડ ઉપર ચાલી ન શકાય તે રીતે વરસાદી પાણી ભરાયેલા છે. જ્યારે ઉનાળાના સમયમાં અહીં ભૂગર્ભ ગટરો ઉભરાય છે જેથી અહીંના વેપારીઓ નેં ધંધામાં અસર થતી હોય વેપારીઓ ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. તો અમુક વેપારીઓ અહીંથી હીજરત કરી ગયાં છે. જ્યારે હવે આ લાતી પ્લોટ માં દુકાન માં નવો ધંધો નહીં પણ બહારના લોકો ગોડાઉન તરીકે ઉપયોગ કરી રહ્યા છે. આ બાબતે વાત કરીએ તો મોરબીના સનાળા રોડ થી પંચાસર રોડ સુધીના વિસ્તારમાં શેરી નંબર-૧ થી ૧૩જેટલી શેરીઓનો વિસ્તારમાં લાતી પ્લોટ આવેલો છે. અહીં દરેક પ્રકારના ઉદ્યોગ વિકસ્યા છે. તે સાથે શોરૂમની દુકાનો પણ ખુલી છે. ઘડિયાળ ઉદ્યોગ મુખ્ય ઉદ્યોગ છે. પરંતુ ખાટલે ખોટી ખોટ ની જેમ અહીના લાતી પ્લોટ વિસ્તાર માટે નગરપાલિકાનું ઓરમાયુ વર્તન હોય તેમ છેલ્લાં વીસ વર્ષથી રોડ રસ્તા ભંગાર હાલતમાં છે. ઉભરાતી ગટરોથી વેપારીઓ ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે અને છેલ્લે તો વરસાદી પાણીના નિકાલ બંધ કરી દેવાથી ચોમાસામાં ચારેય મહીના આ લાતી પ્લોટ માં પાણી ભરાઈ રહે છે. એક પણ રોડ ઉપર ચાલી શકાય નહીં તેવી પરિસ્થિતિ છે જેના કારણે વેપારીઓમાં અને ઉદ્યોગમાં ઘણી અસર થાય છે. ઘણા વેપારીઓએ અહીંથી હીજરત કરી લીધી છે તો બહારના વેપારીઓ હવે અહીં ખાલી દુકાનોનો ગોડાઉન તરીકે ઉપયોગ કરી રહ્યા છે અને આજની તારીખે પણ લાતી પ્લોટ માં એક પણ રોડ ઉપર કે આંતરિક રોડ પર ચાલી શકાય તેવી પરિસ્થિતિ નથી.









