GUJARATMORBIMORBI CITY / TALUKO
HALVAD:હળવદની મેરૂપર શાળાનું ગૌરવ રાજ્યકક્ષાએ રમવા જશે

HALVAD:હળવદની મેરૂપર શાળાનું ગૌરવ રાજ્યકક્ષાએ રમવા જશે
મોરબી જિલ્લાના હળવદ તાલુકાની મેરૂપર પે સેન્ટર શાળા એક બેનમૂન શાળા છે જેમાં વિદ્યાર્થીઓના સર્વાંગીણ વિકાસ માટે ઉપયોગી અનેકવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે, શિક્ષણ સાથે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ પણ વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં આવે છે એ અન્વયે મેરૂપર શાળામાં ધોરણ 6 માં અભ્યાસ કરતા જાદવ વિશ્વરાજસિંહ હરપાલસિંહ જે છેલ્લા ત્રણ વર્ષથી ખેલ મહાકુંભમાં સ્ટેન્ડિંગ બ્રોડ જંપ રમતમાં તાલુકા પ્રથમ આવે છે. આ વર્ષે પણ સ્ટેન્ડિંગ બ્રોડ જંપની સાથે સાથે 100 મીટર દોડમાં જિલ્લા પ્રથમ આવતા હવે રાજ્ય કક્ષાએ ભાગ લેવા માટે જશે. શિક્ષકોની સાથે તેમના પિતા હરપાલસિંહની અથાગ મહેનતથી આજે વિશ્વરાજસિંહ શાળા તથા ગામનું ગૌરવ બન્યા છે. રાજ્ય કક્ષાએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરે એ માટે શાળા પરિવારે શુભકામના પાઠવેલ છે.






