GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના લખધીરપુર રોડ ઉપર દંપતી મહિલા ઉપર ટેન્કરનું વ્હીલ ફરી વળતા પતિની નજર સામે પત્નીનું મૃત્યુ નીપજ્યું

MORBI:મોરબીના લખધીરપુર રોડ ઉપર દંપતી મહિલા ઉપર ટેન્કરનું વ્હીલ ફરી વળતા પતિની નજર સામે પત્નીનું મૃત્યુ નીપજ્યું

 

 

મોરબીના લખધીરપુર રોડ ઉપર જીઈબી પાવર હાઉસ સબસ્ટેશન સામે કાળમુખા ટેન્કરની હડફેટે શ્રમિક દંપતીની મહિલાને પાછળથી ટક્કર મારતા રોડ ઉપર પટકાયેલ મહિલા ઉપર ટેન્કરનું તોતિંગ વ્હીલ ફરી જતા મહિલાનું સ્થળ ઉપર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માતની હૃદયદ્રાવક ઘટનામાં ટેન્કર ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો. ત્યારે મૃતક મહિલાના પતિ દ્વારા ટેન્કરના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી અનુસાર મૂળ મધ્યપ્રદેશના વતની હાલ લખધીરપુર રોડ ઉપર ફ્લોરા સિરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમા રહેતા કુંજિલાલ સંતોષ આહિરવાર ઉવ-૩૧એ મોરબી તાલુકા પોલીસ મથકમાં ટ્રક ટેન્કર રજી.નં. જીજે-૧૨-વાય-૮૫૪૨ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગત તા. ૦૫/૦૮ના રાત્રીના આઠ વાગ્યાના અરસામાં ફરીયાદી કુંજિલાલ આહિરવાર તથા તેના પત્નિ સોનમબેન ચાલીને કારખાને મજૂરી કામ કરવા જતા હતા ત્યારે લગ્ધીરપુર રોડ પર પાવર હાઉસના સબ સ્ટેશન તથા ડીજીટલ સીરામીક કારખાના સામે રોડ પર પહોચતા પાછળથી ઉપરોક્ત રજી.નંબરવાળું ટ્રક ટેન્કરના ચાલમે પોતાનું ટેન્કર પુરઝડપે અને ગફલતભરી રીતે બેદરકારીથી ચલાવી ફરીયાદીના પત્નિ સોનમબેનને પાછળથી હડફેટે લેતા સોનામબેન રોડ ઉપર પડી જતા તેની માથે ટ્રક ટેન્કરનુ ટાયર ફરી જતા માથાના ભાગે તથા છાતીના ભાગે ગંભીર ઇજા થતા સોનામબેનનું સ્થળ ઉપર મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જી ટ્રક ટેન્કર ચાલક બનાવ સ્થળેથી પોતાનું ટેન્કર લઈને નાસી ગયા હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી તર્ક ટેન્કર ચાલક સામે ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.

Back to top button
error: Content is protected !!