MORBI:મોરબીવાસીઓને રખડતા શ્વાનના ત્રાસમાંથી મળશે મુક્તિ: મહાનગરપાલિકા દ્વારા આધુનિક ‘ડોગ શેલ્ટર’ બનાવવાનું આયોજન

MORBI:મોરબીવાસીઓને રખડતા શ્વાનના ત્રાસમાંથી મળશે મુક્તિ: મહાનગરપાલિકા દ્વારા આધુનિક ‘ડોગ શેલ્ટર’ બનાવવાનું આયોજન
મોરબી: શહેરમાં દિન-પ્રતિદિન વધી રહેલી રખડતા શ્વાનોની સંખ્યા અને તેના કારણે નાગરિકોમાં ફેલાયેલા ભયને ધ્યાનમાં રાખીને મોરબી મહાનગરપાલિકા દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મહાનગરપાલિકાના ANCD (Animal Nuisance Control Department) વિભાગ દ્વારા શહેરમાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ‘ડોગ શેલ્ટર’ બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
વેક્સિનેશન અને સ્ટેરીલાઈઝેશન પર ભાર શ્વાનોની વસ્તી પર નિયંત્રણ લાવવા માટે માત્ર શેલ્ટર બનાવવું પૂરતું નથી, તેથી મહાનગરપાલિકા દ્વારા વૈજ્ઞાનિક અભિગમ અપનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ અંતર્ગત:રખડતા શ્વાનોનું સ્ટેરીલાઈઝેશન (ખસીકરણ) કરવામાં આવશે.હડકવા જેવા રોગોને રોકવા માટે વેક્સિનેશન (રસીકરણ) ની સઘન કામગીરી કરવામાં આવશે.આધુનિક સુવિધાઓ દ્વારા શ્વાનોની યોગ્ય જાળવણી કરવામાં આવશે.પેટ ડોગ રજીસ્ટ્રેશન અંગે અપીલ વધારામાં, મહાનગરપાલિકાએ પાલતુ શ્વાન (Pet Dogs) રાખતા નાગરિકો માટે પણ કડક સૂચના આપી છે. અત્યાર સુધીમાં મોરબી શહેરમાં કુલ 35 પાલતુ શ્વાનનું રજીસ્ટ્રેશન પૂર્ણ થયું છે. મોરબી મહાનગરપાલિકાની હદમાં આવતા તમામ પાલતુ શ્વાન માલિકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ વહેલી તકે પોતાના પેટ ડોગનું સત્તાવાર રજીસ્ટ્રેશન કરાવી લે, જેથી ભવિષ્યમાં કોઈ કાયદાકીય મુશ્કેલી ન પડે.
આ નવા ડોગ શેલ્ટરના નિર્માણથી મોરબીના નાગરિકોને રખડતા શ્વાનના ત્રાસમાંથી મોટી રાહત મળવાની આશા સેવાઈ રહી છે.










