GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના – મહેન્દ્રનગર ચોકડીથી માંડલ ગામ સુધીનો રોડ રીપેર કરવા માર્ગ અને મકાન વિભાગ લેખીતમાં રજુઆત કરી
MORBI:મોરબીના – મહેન્દ્રનગર ચોકડીથી માંડલ ગામ સુધીનો રોડ રીપેર કરવા માર્ગ અને મકાન વિભાગ લેખીતમાં રજુઆત કરી
મોરબી તાલુકા યુવા કોંગ્રેસ પ્રમુખ મિલન ડી. સોરીયા દ્વારા માર્ગ અને મકાન વિભાગ મોરબીને લેખીત રજુઆત કરી જણાવ્યું હતું કે તાજેતરમાં મોરબી જીલ્લામાં પડેલ ભારે વરસાદના કારણે રોડ- રસ્તાઓની પરિસ્થિતિ ખુબ જ કથળી ગયેલ છે. ખાસ કરીને મોરબી-હળવદ હાઈવે ઉપર મહેન્દ્રનગર ચોકડી થી માંડલ ગામ સુધીના રોડની પરસ્થિતિ ખુબ જ ખરાબ થઈ ગયેલ છે. જેના કારણે વાહન ચાલકો, મુસાફરો, દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ રસ્તામાં ખાડા પડી જવાના કારણે વાહનોને ભારે નુકશાન થાય છે તેમજ ટ્રાફીકની સમસ્યામાં પણ વધારો થઈ ગયો છે. જેના કારણે અકસ્માત થવોનો પણ ભય છે. જેથી તાત્કાલીક મહેન્દ્રનગર ચોકડીથી માંડલ ગામ સુધીનો રોડ રીપેર કરી આપવા માંગ કરવામાં આવી છે.