MORBI:મોરબીમાં ગુંજશે શરણાઈના સૂર: સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ દ્વારા ૬ઠ્ઠા ‘લાગણીઓનો લગ્નોત્સવ’નું ભવ્ય આયોજન

MORBI:મોરબીમાં ગુંજશે શરણાઈના સૂર: સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ દ્વારા ૬ઠ્ઠા ‘લાગણીઓનો લગ્નોત્સવ’નું ભવ્ય આયોજન
મોરબી: સામાજિક સેવામાં અગ્રેસર રહેતા અને વર્ષોથી કાર્યરત ‘સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત’ દ્વારા આગામી તારીખ ૦૫/૦૫/૨૦૨૬ ના રોજ મોરબી શહેરના આંગણે એક ભવ્ય અને જાજરમાન સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં પાંચ સમૂહ લગ્નો સફળતાપૂર્વક સંપન્ન થયા છે, જેમાં કુલ ૨૨૩ દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે. આ વર્ષે સંસ્થા પોતાનો ૬ઠ્ઠો સમૂહ લગ્નોત્સવ ઉજવવા જઈ રહી છે.
કાર્યક્રમની મુખ્ય વિશેષતાઓ:સર્વજ્ઞાતિ આયોજન: આ લગ્નોત્સવમાં તમામ જ્ઞાતિની દીકરીઓ જોડાઈ શકશે.
અગ્રતા: માતા-પિતા વગરની દીકરીઓને આ આયોજનમાં પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે.સેવાનો અવસર: કન્યાદાનના આ પાવન અવસરે જે કોઈ દાતાઓ ભેટ, કરિયાવર કે રોકડ અનુદાન આપવા ઈચ્છતા હોય તેઓ સંસ્થાનો સંપર્ક કરી શકે છે.નોંધણીની વિગતો અને નિયમો:
આ લગ્નોત્સવમાં જોડાવા ઈચ્છતા પરિવારો માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.સમયગાળો: તા. ૧૫/૦૩/૨૦૨૬ થી ૦૧/૦૪/૨૦૨૬ સુધી.વય મર્યાદા: કન્યાની ઉંમર ૧૮ વર્ષ અને વરની ઉંમર ૨૧ વર્ષ પૂર્ણ હોવી અનિવાર્ય છે.
નોંધણી: ‘વહેલા તે પહેલા’ ના ધોરણે ફોર્મ સ્વીકારવામાં આવશે.ફોર્મ મેળવવા તથા સંપર્ક માટેના સ્થળો: વાંકાનેર ન્યુ કોમ્પલેક્ષ, પહેલો માળ, બસ સ્ટેશન રોડ 84888 90248 (મુકેશભાઈ) / 63527 33601 (જીતુભાઈ) મોરબી-૨ શોભેશ્વર રોડ, જીલ્લા પંચાયત બાજુમાં, સો ઓરડી ચોક 95372 48950 (પ્રભાબેન) ટંકારા સ્થાનિક કાર્યાલય 99258 49395 (ઉષાબેન રાઠોડ)
સામાજિક સંદેશ: દીકરી એ ઘરની લક્ષ્મી છે, અને તેના વિવાહમાં સહભાગી થવું એ પુણ્યનું કાર્ય છે. આ ઉમદા કાર્યને સફળ બનાવવા સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત જહેમત ઉઠાવી રહ્યું છે.










