અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ભીખાજી ઠાકોર ની નિમણૂક કરવામાં આવી
મોડાસા ખાતે ભારતીય જનતા પાર્ટી સંગઠનની અંદર મોટો ફેરફાર થયો છે અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ભીખાજી ઠાકોર ની નિમણૂક કરવામાં આવી છે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે 3:30 કલાકે એક મહત્વની બેઠક યોજાઇ હતી આ બેઠકમાં જિલ્લાના તમામ કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારો હાજર રહ્યા હતા જિલ્લા સંગઠન ચૂંટણી અધિકારી ફરજી ચૌધરી અને પ્રદેશ ભાજપ મહામંત્રી રજની પટેલ ઉપસ્થિત રહ્યા હતા રજની પટેલે મોદી આવેલ બંધ કવરમાં આવેલ નિમણૂક પત્ર ખોલ્યું હતું. જેમાં હાલના જિલ્લા ભાજપ મહામંત્રી ભીખાજી ઠાકોર ની જિલ્લાના પ્રતરીકેરીકે જાહેર કરવામાં આવ્યા હતા કાર્યકરોએ આ નિર્ણયને આવકાર્યો હતો
ઉલ્લેખનીય છે કે, ભીખાજી ઠાકોરને અગાઉ લોકસભા ચૂંટણીમાં સાબરકાંઠા બેઠક માટે ટિકિટ આપવામાં આવી હતી. જો કે, પછીથી આ ટિકિટ બદલીને શોભના બારૈયાને આપવામાં આવી હતી. ટિકિટ રદ થયા બાદ હવે તેમને જિલ્લા પ્રમુખની જવાબદારી સોંપવામાં આવતા કાર્યકરોમાં ખુશીનો માહોલ છે.