MORBI:મોરબી જિલ્લાકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે મોરબીમાં ધ્વજ વંદન કાર્યક્રમનું રિહર્સલ યોજાયું
MORBI:મોરબી જિલ્લાકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે મોરબીમાં ધ્વજ વંદન કાર્યક્રમનું રિહર્સલ યોજાયું
જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીએ કાર્યક્રમનું નિરીક્ષણ કરીને અધિકારીશ્રીઓને જરૂરી સૂચનાઓ આપી*
૧૫ ઓગસ્ટ સ્વતંત્રતા પર્વની મોરબી જિલ્લાકક્ષાની ઉજવણી મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવનાર છે. આ કાર્યક્રમના સુચારું આયોજન માટે જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીની ઉપસ્થિતિમાં રિહર્સલ યોજાયું હતું.
રિહર્સલ દરમિયાન કલેક્ટરશ્રીએ સ્વતંત્રતા પર્વ અનુસંધાને કરવામાં આવેલી તૈયારીઓનું નિરીક્ષણ કરીને અધિકારીશ્રીઓને જરૂરી સુચનાઓ આપી હતી. ધ્વજ વંદન, પરેડ નિરીક્ષણ, મહાનુભાવનું ઉદ્ભોધન, સાંસ્કૃતિક કાર્યક્રમ, અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓનું સન્માન સહિતના કાર્યક્રમો આયોજનબદ્ધ રીતે યોજાય તે માટે જિલ્લા કલેક્ટરશ્રીએ માર્ગદર્શન પુરું પાડ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી, અધિક નિવાસી કલેક્ટરશ્રી એસ.જે. ખાચર, મોરબી પ્રાંત અધિકારીશ્રી સુશીલ પરમાર, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી સંદીપ વર્મા સહિતનાં અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.