GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબીના આંદરણા ગામે આદ્રોજા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ કથા સંપન્ન થઈ

MORBI મોરબીના આંદરણા ગામે આદ્રોજા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ કથા સંપન્ન થઈ

 

 

આંદરણા ગામે કથા ના મુખ્ય યજમાન શ્રી ભરતભાઈ રતિલાલભાઈ આદ્રોજા તથા આદ્રોજા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ કથા સંપન્ન થઈ.
વેદ વિધ્યા વિભૂષિત, સંસ્કૃતજ્ઞ , ભાગવત પિયુષપરાયણ શ્રી પિયુષ મહારાજ દ્વારા શ્રીમદ ભાગવત કથા નું રસ પાન આંદરણા ની ધર્મ પ્રેમી જનતાને પૂજ્ય મહારાજ દ્વારા તારીખ 21 થી તારીખ 27 સુધી આ જ્ઞાન યજ્ઞમાં શ્રીમદ ભાગવત કથામૃત પીરસાયું.

કથા ના દિવસો દરમિયાન કથાના પ્રથમ દિવસે જ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ એવા શ્રી મોહનભાઈ કુંડારિયા દ્વારા દીપ પ્રાગટ્ય કરીને આ જ્ઞાનયજ્ઞની શરૂઆત કરવામાં આવી હતી. જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેઘી, માનનીય ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈ દેથરીયા , જયંતીભાઈ પડસુંબીયા રવિભાઈ સનાવડા, વિશાલભાઈ ઘોડાસરા, અરવિંદભાઈ વાંસદડિયા, ધનજીભાઈ દંતાલિયા ,જેવા રાજકીય આગેવાનો , પૂજ્ય દામજી ભગત તેમજ અન્ય પૂજ્ય સંતો મહંતો એ ભાગવત કથામૃત નો લાભ લીધો.

સાથે જ આ કથા માં જમ્મુ કાશ્મીર હુમલા ને વખોડી કાઢવામાં આવ્યો. શ્રોતાજનો દ્વારા દિવંગતો ને શ્રધાંજલિ અપાઈ, અને આપણા ધારાસભ્ય સહિત ના નેતૃત્વ ની હાજરી માં આપણો દેશ ઇંટ નો જવાબ પથ્થર થી આપે એવો ગ્રામ જનો નો નિર્ધાર વ્યક્ત થયો.

સપ્તાહના દિવસો દરમિયાન રાત્રે રશ્મિતા બેન રબારી અને મમતા સોની દ્વારા રાસ ગરબા નો કાર્યક્રમ, માતાજીના ભુવાઓ દ્વારા ભુવા ડાકલા, તેમજ અભિલાષા યુવક મંડળ બગથળા દ્વારા શેણી વિજાણંદ નું સુંદર મજાનું નાટક નું આયોજન કરવામાં આવ્યું.આ ભાગવત કથા ના સફળ આયોજનમાં ગ્રામજનોનો નોંધપાત્ર સહકાર રહ્યો.આજે કથા સપ્તાહ ના અંતિમ દિવસે કથા ના આયોજનમાં સામેલ તમામ ગ્રામજનો આમંત્રિત મહેમાનો સ્વાગત સાથે આદ્રોજા પરિવાર દ્વારા તમામ પ્રત્યે આભાર ની લાગણી પ્રગટ કરવામાં આવી.

Back to top button
error: Content is protected !!