MORBI: મોરબી A day with commissioner કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થી એ જણાવ્યું: કમિશનરની કામગીરી રહે છે અત્યંત જટિલ : આયુષી મકાસણા

MORBI: મોરબી A day with commissioner કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થી એ જણાવ્યું: કમિશનરની કામગીરી રહે છે અત્યંત જટિલ : આયુષી મકાસણા
મોરબી મહાનગરપાલિકા દ્વારા ઉજવણી સપ્તાહ ચાલીરહ્યું છે જેના ભાગ રૂપે MMC@1 અન્વયે A day with commissioner નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીની 9 શાળા માંથી 9 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી,આ કાર્યક્રમ નો મુખ્ય ઉદેશ આ વિધાર્થીઓમાં મહાનગરપાલિકા ની કામગીરી ની સમજ વિકસાવવાનો તથા આગામી સમય માં કોઈ વિદ્યાર્થી ને મહાનગરપાલિકાના કમિશનર તરીકે કામગીરી કરવાની થાય તો કેવી રીતે કરવી જોઈએ, કમિશનર કક્ષાના અધિકારી એ શહેરની સુખાકારી માટે કયા મુખ્ય પ્રશ્નો પર ધ્યાન આપવાનું હોય છે, તેવો રહ્યો હતો.
A day with commissioner માં આ બાળકોને વહેલી સવારે મનપાના કમિશનર સ્વપ્નિલ ખરે, IAS સાથે રહ્યા હતા, 6:30 રવાપર ક્લસ્ટર ઓફિસ ની બાળકો એ વિઝીટ કરી હતી ત્યાં ક્લસ્ટર ઓફીસમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ ની કામગીરી ની સમીક્ષા કરી હતી, ત્યારબાદ તમામ વિદ્યાથીઓએ સફાઈ તથા અન્ય કામગીરીઓનું સાઈટ વિઝીટ દ્વારા અવલોકન કર્યું હતું, બાદ માં માન. કમિશનર શ્રી સાથે વિદ્યાર્થીઓએ મનપાની મિટિંગ અટેન્ડ કરી હતી. ત્યારબાદ તેઓ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ કન્યા છાત્રાલય ખાતે “યુવા માર્ગદર્શન કાર્યક્રમ” કે જેમાં મનપા ના વિવિધ અધિકારીઓ દ્વારા આશરે 750 થી 800 વિધાર્થીઓને કેરિયર અંગેનું માર્ગદર્શન આપવાના કાર્યક્રમ માં હાજર રહ્યા હતા. ત્યારબાદ સાંજે 5 વાગ્યે તેમના માંથી એક વિદ્યાર્થી ને મોરબી મહાનગરપાલિકા ના કમિશનર તરીકે પ્રતિકાત્મક ફરજ બજાવવા માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
A day with commissioner કાર્યક્રમમાં હાજર રહેલ વિદ્યાર્થીઓએ પોતાના અનુભવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મનપાના કમિશનર તરીકે ફરજ બજાવવાની કામગીરી અત્યંત જટિલ છે, મહાનગરપાલિકા સતત લોકો માટે દિવસ રાત પ્રયત્ન કરી લોકોની સુખાકારી જાળવવા માટે કામગીરી કરે છે, આ કામગીરી ની સમગ્ર સમીક્ષા કરતા કહી શકાય કે મનપાની વિસ્તૃત કામગીરી રહે છે જેમાં જુદા જુદા વિભાગો હોય છે તમામ વિભાગો દ્વારા અલગ અલગ ટાસ્ક Achieved કરવાના થતા હોય છે જેનું સંપૂર્ણ પણે નિરીક્ષણ માન. કમિશનર શ્રી દ્વારા કરવામાં આવતું હોય છે.








