GUJARATMORBIMORBI CITY / TALUKO

મોરબી મચ્છુ નદીના પટમાં ગેરકાયદેસર બાંધકામ બે દિવસમાં દૂર કરવા તંત્રએ બિજી નોટિસ ફટકારી..

મોરબી મચ્છુ નદીના પટમાં ગેરકાયદેસર બાંધકામ બે દિવસમાં દૂર કરવા તંત્રએ બિજી નોટિસ ફટકારી..

 

 

મોરબીના મચ્છુ નદીના પટમાં ગેરકાયદે બાંધકામ અંગે વિવાદ થયા બાદ તંત્ર દોડતું થયું હતું અને નોટીસ ફટકારવા સહિતની કામગીરી કરવામાં આવી હતી તો કલેકટરે તપાસના આદેશ આપ્યા હતા જેમાં ગેરકાયદે બાંધકામ સામે આવ્યું હતું અને આ બાંધકામ હટાવવા આદેશ કર્યા હતા જોકે હજુ વિવાદિત બાંધકામ યથાવત જોવા મળી રહ્યું છે ત્યારે પાલિકા તંત્રએ ફરી વખત નોટીસ ફટકારી છે


મોરબીમાં આવેલ મચ્છુ નદીના પટમાં ગેરકાયદેસર રીતે દીવાલ બાંધકામ મુદે મોરબી નગરપાલિકાએ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના વહીવટદાર સહીત 12 અસામીઓને નોટિસ ફટકારી અને બે દિવસમાં તમામ બાંધકામ દુર કરવા આદેશ આપ્યો છે અને જો ચોમાસામાં મચ્છુ નદીમાં પૂર આવે અને જાનહાની થાય તો સ્વામિનારાયણ મંદિરના વહીવટકર્તા જવાબદાર રહેશે તેવું જાણવા મળ્યું છે.આ ગેરકાયદેસર રીતે મંદિરના બાંધકામ ને લઇ મોરબીના જાગૃત લોકોએ ફરિયાદ કરતા જિલ્લા કલેકટર સહિતના કર્મચારીઓ દોડતા થયા હતા અને તપાસના આદેશ આપવામાં આવતા મોરબી નગરપાલિકાએ ગેરકાયદેસર બાંધકામ થયું હોવાનું સ્પષ્ટ બનતા મોરબી પાલિકા દ્વારા નદીના પટમાં થયેલ ગેરકાયદેસર બાંધકામ બે દિવસમાં સંસ્થાના ખર્ચે દુર કરવાની કામગીરી શરૂ કરવા સુચના આપવામાં આવી હતી. તેમ છતાં પણ બાંધકામ દૂર થયું નથી.આમ ફરી તંત્રએ સ્વામિનારાયણ મંદિરનું ગેરકાયદેસર બાંધકામ બે દિવસમાં હટાવવા ફરી નોટિસ ફટકારી છે.અને જો દુર કરવામાં નહિ આવે તો કોઈપણ જાનહાની થાય તેની જવાબદારી આપની રહેશે..

Back to top button
error: Content is protected !!