MORBI:મોરબીમાં વ્યાજખોરોનો આતંક: ખત્રીવાડના વૃદ્ધ પાસે લાખોની પઠાણી ઉઘરાણી, 4 શખ્સો સામે ફરિયાદ

MORBI:મોરબીમાં વ્યાજખોરોનો આતંક: ખત્રીવાડના વૃદ્ધ પાસે લાખોની પઠાણી ઉઘરાણી, 4 શખ્સો સામે ફરિયાદ
મોરબી: શહેરમાં ઉંચા વ્યાજદર વસૂલી સામાન્ય નાગરિકોને પાયમાલ કરતા વ્યાજખોરો વિરુદ્ધ પોલીસે લાલ આંખ કરી છે. મોરબીના ખત્રીવાડ વિસ્તારમાં રહેતા એક 68 વર્ષીય વૃદ્ધને વ્યાજના વિષચક્રમાં ફસાવી, ધાક-ધમકી આપી લાખો રૂપિયા પડાવનાર ચાર વ્યાજખોરો વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
ફરિયાદી દિલીપભાઈ બચુભાઈ ચૌહાણે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે:સંજયભાઈ કાનજીભાઈ ચુડાસમા (રહે. વાવડી રામ પાર્ક)ઇકબાલ ગનીભાઇ પીંજારા (રહે. મકરાણીવાસ) સબીર કાસમભાઈ પીંજારા (રહે. વીસીપરા)
હેમંતભાઈ આહીર સંજય ચુડાસમા: ફરિયાદીએ તેની પાસેથી કટકે-કટકે રકમ લીધી હતી. ₹30,000 ના બદલામાં ₹36,000 ચૂકવ્યા બાદ ફરી ₹50,000 વ્યાજે લીધા હતા. જેનું માસિક ₹15,000 લેખે 29 મહિનામાં કુલ ₹4,35,000 માત્ર વ્યાજ પેટે વસૂલ્યા હતા. તેમ છતાં ધાક-ધમકી આપી ફરિયાદીના પુત્રના બે ચેક પડાવી લીધા હતા.ઇકબાલ પીંજારા: તેની પાસેથી ₹1,00,000 વ્યાજે લીધા હતા, જેમાં ઇકબાલે રોજના ₹1,500 વ્યાજ નક્કી કરી ત્રણ મહિનામાં ₹1,35,000 વ્યાજ પડાવ્યું હતું.સબીર પીંજારા: ઇકબાલના કહેવાથી સબીર પાસેથી ₹2,00,000 લેવડાવ્યા હતા. જેના બદલામાં રોજના ₹2,000 લેખે 6 મહિનામાં ₹3,60,000 વ્યાજ વસૂલ્યું હોવા છતાં વધુ નાણાંની માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હેમંતભાઈ આહીરે અન્ય વ્યાજખોરોના નાણાં ચૂકવવા હેમંત પાસેથી ₹20,000 લીધા હતા. આ રકમ પરત ચૂકવી દીધી હોવા છતાં હેમંતે કોરો ચેક પડાવી લીધો હતો અને ફરિયાદીની લારીનો સામાન ભરી જવાની ધમકી આપી હતી.વ્યાજખોરો દ્વારા સતત ગાળો ભાંડી, જાનથી મારી નાખવાની ધમકી અને પઠાણી ઉઘરાણીથી કંટાળીને અંતે દિલીપભાઈએ પોલીસનું શરણું લીધું હતું. મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









