MORBI:મોરબીમાં વ્યાજખોરીનો આતંક: ૧૧ લાખ સામે ૨.૪૩ કરોડ વસૂલ્યા છતાં વધુ નાણાં માટે ખેડૂતને આપી ધમકી

MORBI:મોરબીમાં વ્યાજખોરીનો આતંક: ૧૧ લાખ સામે ૨.૪૩ કરોડ વસૂલ્યા છતાં વધુ નાણાં માટે ખેડૂતને આપી ધમકી
મોરબી: જિલ્લામાં વ્યાજખોરોનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. તાજેતરમાં મોરબી શહેરમાં પઠાણી ઉઘરાણીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં માત્ર ૧૧ લાખ રૂપિયાના બદલામાં કરોડો રૂપિયા ચૂકવવા છતાં ખેડૂતને ઘરબાર વગરના કરી નાખવાની ધમકી આપવામાં આવી છે.
મોરબીના શનાળા રોડ પર રહેતા ૬૦ વર્ષીય ખેડૂત સુરેશભાઈ પ્રાગજીભાઈ ભાડજાએ ધંધાકીય જરૂરિયાત માટે વર્ષ ૨૦૨૩ દરમિયાન બે શખ્સો પાસેથી નાણાં ઉછીના લીધા હતા.લીધેલી રકમ: રૂ. ૧૧,૦૦,૦૦૦ (અગિયાર લાખ) દર અઠવાડિયે અને મહિને ૫ ટકા લેખે પઠાણી વ્યાજ.અત્યાર સુધીમાં વ્યાજ અને મુદ્દલ મળીને કુલ રૂ. ૨,૪૩,૦૦૦૦૦ (બે કરોડ તેતાલીસ લાખ) ચૂકવી દીધા છે.
ધમકી અને પઠાણી ઉઘરાણી ફરિયાદીના જણાવ્યા અનુસાર, મુદ્દલ કરતા અનેકગણી રકમ ચૂકવી દીધી હોવા છતાં, આરોપીઓ ધરાયા નહોતા. રમેશભાઈ રામજીભાઈ ભાલોડીયા અને અશ્વિનભાઈ રામજીભાઈ ભાલોડીયાએ વધુ વ્યાજની માંગણી ચાલુ રાખી હતી. જો વધુ રૂપિયા ન આપે તો સુરેશભાઈ અને તેમના પરિવારને “ઘરબાર વગરના કરી નાખવાની” ગર્ભિત ધમકી આપી પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી.
કંટાળીને ખેડૂતે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે,ઇ.પી.કો. કલમ: ૩૮૪ (બળજબરીથી કઢાવવું), ૫૦૬(૧) (ધમકી આપવી), ૧૧૪.ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ: કલમ ૪૦ અને ૪૨.પોલીસે ગુનો નોંધીને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની તપાસ અને ધરપકડની તજવીજ હાથ ધરી છે.










