
ભારત સરકાર દ્વારા યુવાનોને ટોચની કંપનીઓમા કામ કરવાનો અનુભવ મળે તેવા ઉમદા હેતુથી પી.એમ.ઇન્ટર્નશીપ યોજનાનો આરંભ કરવામા આવેલ છે. જેમા ઇન્ટર્નશીપ માટે જોડાયેલા યુવાનોને ૧૨ માસ માટે માસીક ૫૦૦૦/- રૂ. સ્ટાઇપેન્ડ મળવા પાત્ર છે. ઉમેદવારોની શૈક્ષણીક લાયકાત SSC,HSC,I.T.I.,DIPLOMA,GRADUATE પૂર્ણ કરેલ હોવું જોઈએ. સાથે ઉંમર ૨૧ થી ૨૪ વર્ષ, પૂર્ણ સમયની રોજગારી અથવા શિક્ષણ ન મેળવતા હોવા જોઈએ. ઉમેદવારના કુટુંબમાંથી કોઈ સરકારી નોકરીમાં ન હોવા જોઈએ અને ઉમેદવારના કુટુંબમાં કોઈ સભ્યની નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ની વાર્ષિક આવક ૮ લાખથી વધુ ન હોવી જોઈએ. રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારની કોઈ સ્કીમમાં સ્કિલ કોર્ષ, એપ્રેન્ટીશીપ, ઈન્ટર્નશીપ કરેલ ન હોવા જોઈએ. આ ઇન્ટર્નશીપ યોજનામાં જોડાવા માટે ઉમેદવારો તા.૧૫-૧૧-૨૦૨૪ સુધી અરજી કરી શકશે. જેમા ઓનલાઇન અરજી www.pminternship.mca.gov.in કરી શકશે. તથા વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢ નો સંપર્ક કરવા જણાવવામાં આવે છે.





