MORBI:મોરબીના આંદરણા નજીક અકસ્માતનો વિચિત્ર બનાવ સામે આવ્યો:ટ્રકને રોકવા જતાં ટ્રક ચાલકનું મોત નિપજ્યું
MORBI:મોરબીના આંદરણા નજીક અકસ્માતનો વિચિત્ર બનાવ સામે આવ્યો:ટ્રકને રોકવા જતાં ટ્રક ચાલકનું મોત નિપજ્યું
મોરબી તાલુકાના આંદરણા ગામની આવેલ ભૈરવનાથ હોટલના ગ્રાઉન્ડમાં આધેડનો સાળો ટ્રક ચાલુ મુકી ચા પીવા ગયેલ હોય અચાનક ટ્રક ચાલવા લાગતા ટ્રકને રોકવા માટે ટ્રક પર ચડવા જતા પોતાનાં ટ્રકના કેબીનના દરવાજા તથા બીજી બાજુમાં પાર્ક કરેલ ટ્રક વચ્ચે આવી જતા યુવકનું મોત નિપજ્યું હતુ. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ રાજસ્થાનના વતની રામ અવતાર છેતરમલ ગુર્જર (ઉ.વ.૪૫)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે મોરબી તાલુકાના આંદરણા ગામની સીમમાં આવેલ ભૈરવનાથ હોટલના ગ્રાઉન્ડમાં ફરીયાદીના સાળા પ્રહલાદ છેતરમલ ગુર્જર (ઉ.વ.૩૬) રહે. રાજસ્થાનવાળો તેનો ટ્રક ટેઈલર RJ-52- GB-2751 વાળો ચાલુ કરીને બેફીકેરાઈથી હેન્ડ બ્રેક માર્યા વગર ટ્રક ચાલુ મુકીને ચા પીવા માટે જતો રહેલ અને અચાનક ટ્રક ચાલવા લાગતા ટ્રકને રોકવા માટે ટ્રક ઉપર ચડવા જતા પોતાના ટ્રકના કેબીનના દરવાજા તથા બીજી બાજુમાં પાર્ક કરેલ ટ્રક રજી નં.RJ-47-GA-5767 વાળી ટ્રક વચ્ચે આવી જતા છાતીના ભાગે દબાઈ જતા તેમજ માથામાં ગંભીર ઈજા થતા સ્થળ ઉપર જ પ્રહલાદ ગુર્જરનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.