MORBI:મોરબી મહાનગરપાલિકા ની યુ.સી.ડી. શાખા દ્વારા વિશ્વ ઘરવિહોણા દિવસની ઊજવણી કરવામાં આવી
MORBI:મોરબી મહાનગરપાલિકા ની યુ.સી.ડી. શાખા તથા મહારાણી નંદકુંવરબા આશ્રય ગૃહ ના સંચાલક સ્ટાફ દ્વારા વિશ્વ ઘરવિહોણા દિવસની ઊજવણી કરવામાં આવી
શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત મોરબી મહાનગરપાલિકા ની યુ.સી.ડી. શાખા તથા મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ના સંચાલક સ્ટાફ દ્વારા વિશ્વ ઘરવિહોણા દિવસની ઊજવણી કરવામાં આવેલ જેમાં આશ્રય ગૃહ માં સ્વછતા અભિયાન કાર્યક્રમ, વૃક્ષારોપણ કાર્યક્રમ, હેલ્થ કેમ્પ, તથા આશ્રય ગૃહ ખાતે ચાલતા બાલવાટિકાના ઘરવિહોણા બાળકો ને પ્રિ શિક્ષણ કીટ વિતરણ અને સરકારશ્રી ની વિવિધ યોજનાકીય માર્ગદર્શન જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી જલ્પાબેન ત્રિવેદી તથા જિલ્લા કોઓર્ડિનેટર શ્રી મયુરભાઈ સોલંકી, જેન્ડર કો ઓર્ડીનેટર ઉર્વીબેન પરમાર દ્વારા આશ્રય ગૃહ સંચાલક પ્રતિનિધિઓ ના નિમંત્રણ ને માન આપીને આજે વિશ્વ ઘરવિહોણા દિવસ નિમિતે આશ્રય ગૃહ ની ખાસ મુલાકાત લેવામાં આવી અને લાભાર્થીઓ માટે યોજનાકીય કેમ્પ તથા રાત્રિ દરમ્યાન નાઇટ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.