MORBIMORBI CITY / TALUKOWANKANER
WANKANER:વાંકાનેર યજ્ઞપુરુષ નગર પ્રાથમિક શાળાના મેદાનમાં ગામ લોકોએ વૃક્ષારોપણ કર્યું.
ગારીયા ગ્રામ પંચાયતનાં વહીવટદાર રોહિત પાલનપુરા હાજરીમાં વૃક્ષારોપણ થયું
હાલમાં વાંકાનેર તાલુકા વિસ્તારમાં આવેલ ગામડાઓમાં ઠેર ઠેર ગ્રામ પંચાયત હસ્તક વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. વૃક્ષોને વરસાદ મિત્રો કહેવાય છે. વરસાદ લાવવામાં વૃક્ષો મદદરૂપ થતા હોય છે. તેમજ ધરતી ઉપર ગરમીનું પ્રમાણ જાળવવામાં પણ વૃક્ષની અહંમ જવાબદારી હોય છે.
ત્યારે વાંકાનેર તાલુકાનાં ગારીયા ગામ પંચાયત દ્વારા યજ્ઞપુરુષ નગર પ્રાથમિક શાળાનાં મેદાનમાં વૃક્ષો વાવવામાં આવ્યા હતા.ગામ લોકો દ્વારા જામફળ,રાયણ, લીમડો જેવા વૃક્ષો વાવવામાં આવ્યા હતા.તેમજ વૃક્ષનો ઉછેર માવજત પણ ગામનાં જાગૃત પર્યાવરણ પ્રેમી લોકો દ્વારા કરવામાં આવશે.
આ તકે વૃક્ષા રોપણ કાર્યક્રમમાં ગ્રામ પંચાયત વહીવટદાર રોહિતભાઈ પાલનપુરા,બટુકસિંહ દાદભા વાળા,મહિપતસિંહ કનુભા વાળા,સાવજુભા બટુકસિંહ વાળા,અર્જૂનસિંહ અનોપસિંહ વાળા તેમજ યજ્ઞપુરુષ નગર પ્રાથમિક શાળાનાં શિક્ષકો હાજર રહ્યા હતા.