કાલોલ ના બોરૂ રેલવે ગરનાળા નીચે મોટા ખાડા પડતા સાંસદ ને રજુઆત બાદ મરામત કરવામાં આવતા લોકોને રાહત.
તારીખ ૧૮/૦૯/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના બોરૂ નજીક આવેલા રેલવે ગરનાળા નીચે ચોમાસા દરમિયાન મોટા મોટા ખાડા પડી જવાથી આ વિસ્તારમાં અવરજવર કરતા સંખ્યાબંધ ગામો ના નાગરીકો તેમજ પગપાળા યાત્રા સંઘો ને પારાવાર તકલીફ પડી રહી હતી ખાડામાં પડી જવાના બનાવો બન્યા હતા અને સ્થાનિકો જીવના જોખમે રેલવે ગરનાળા ઉપર થી પસાર થવા મજબુર બનતા આ અંગે કાતોલ ગ્રામ પંચાયતના સરપંચ અને ડેપ્યુટી સરપંચ દ્વારા પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ ને ચાર દિવસ પહેલા લેખીત રજુઆત કરી હતી જે બાબતે સાંસદ રાજપાલસિંહ જાદવે માર્ગ મકાન વિભાગ ના અધિકારીઓ ને તાકીદે મરામત કરવા સુચના આપતા આજ રોજ રાત્રે ખાડા પુરી ડામર રોડ બનાવવાનું કામ શરૂ થયું છે લોકહિતમા સાંસદ રાજપાલસિંહ જાદવે ત્વરિત નિર્ણય લઈ નકકર કામગીરી કરાવી જેના કારણે સ્થાનિક લોકો અને આ માર્ગ ઉપર થી પસાર થતા અસંખ્ય નાગરિકો ને રાહત મળી છે.