GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD- હળવદના દેવડીયા ગામે ટ્રેક્ટર પરથી નીચે પડી ટ્રેક્ટરના વ્હીલમાં આવી જતા મહિલાનું મોત નિપજ્યું

HALVAD- હળવદના દેવડીયા ગામે ટ્રેક્ટર પરથી નીચે પડી ટ્રેક્ટરના વ્હીલમાં આવી જતા મહિલાનું મોત નિપજ્યું

 

 

હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે કન્યા શાળા નજીક રોડ ઉપર આરોપીએ ટ્રેક્ટર બેફામ ચલાવતા ટ્રેક્ટર પરથી નીચે પડી ટ્રેક્ટરના મોટા વ્હીલમાં આવી જતા મહિલાનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.


મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રણછોડગઢ ગામે રહેતા જગદીશભાઇ હકાભાઈ પરમાર (ઉ.વ.૨૬)એ આરોપી ટ્રેક્ટર રજીસ્ટર નંબર -જીજે-૩૬ -એપી-૧૩૪૭ ના ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું ફરીયાદીના પત્નિ શારદાબેન જગદીશભાઇ હકાભાઇ પરમાર ઉ.વ.૨૩ વાળા ટ્રોલી સહીતના ટ્રેકટરના મોટા વ્હીલ ઉપર આવેલ પંખા ઉપર બેસીને જતા હતા ત્યારે આરોપીએ પોતાના હવાલાવાળુ ટ્રોલી સહીતનુ ટ્રેકટર રજી. નં.GJ-36-AP-1347 વાળુ પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી દેવળીયા ગામમાં કન્યા શાળા નજીક બમ્પ આવતા ટ્રોલી સહીતના ટ્રેકટરની એકદમ બ્રેક મારતા ફરીયાદીના પત્નિ નીચે પડી જતા ટ્રેકટરના મોટા વ્હીલમાં આવી જતા ડાબા પગે તથા શરીરે જીવલેણ ઇજા પહોંચતા શારદાબેનનુ મોત નીપજતાં આરોપી ટ્રોલી સહીતનુ ટ્રેકટર સ્થળ ઉપરથી લઇ જઇ નાશી ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!