MORBI:મોરબી મનપા દ્વારા શહેરના ગાર્ડનોને સૌન્દર્ય સભર બનાવવાની કામગીરી પ્રગતિ હેઠળ.

MORBI:મોરબી મનપા દ્વારા શહેરના ગાર્ડનોને સૌન્દર્ય સભર બનાવવાની કામગીરી પ્રગતિ હેઠળ.
મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના ગાર્ડનોને સૌન્દર્ય સભર બનાવવાના હેતુ થી વિવિધ વિકાસ કાર્યો અને નવા ગાર્ડન બનાવવા માટેની પ્રક્રિયા હાથધરવામાં આવી છે. જેમાં જુના ગાર્ડનો માં સુધારણા કરવાના હેતુથી વૃક્ષારોપણ, સફાઇ, વોક-વે સહિતના કાર્યો ગાર્ડન શાખાના નાયબ ઇજનેરની દેખરેખ હેઠળ કરવામાં આવી રહ્યા છે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરને વધુ હરિયાળું અને સૌંદર્યસભર બનાવવા હેતુસર ગાર્ડન શાખા અંતર્ગત વિવિધ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે, મોરબી મહાનગરપાલિકા સંચાલિત વિવિધ ગાર્ડનોમાં સ્વછતાનું ધોરણ જળવાય રહે તે માટે નિયમિત સફાઇ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં અનાવયસ્ક ઝાડી-ઝાખરા અને વનસ્પતિનું કટિંગ કરવામાં આવે છે. શહેરના મુખ્ય બાગો સૂરજબાગ, કેશરબાગ અને શંકર આશ્રમની વિકાસ કામગીરી પ્રગતિ હેઠળ છે, જુના ગાર્ડનમાં નવીનીકરણ અને સૌન્દર્યલક્ષી સુધારા ગાર્ડન શાખા દ્વારા કરવામાં આવી રહ્યા છે. શહેરના ગાર્ડનોમાં હરિયાળી જળવાય રહે તે માટે નવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે, વિવિધ બાગોમાં લોન વિકાસ માટેની કામગીરી પ્રગતિ હેઠળ છે. જે અનુસંધાને શહેરના મુખ્ય બાગોમાં શંકર આશ્રમ, કેશરબાગ, સુરજબાગ ખાતે ચાલી રહેલી વિકાસ કામગીરીનું પ્રથમ ચરણ પૂર્ણ થઈ ચૂક્યું છે









