MORBI:મોરબીના મચ્છુ નદી ઉપર વિવાદિત દિવાલ તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી.
MORBI:મોરબીના મચ્છુ નદી ઉપર વિવાદિત દિવાલ તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી.
મોરબીના મચ્છુ નદીના કાંઠે BAPS સ્વામીનારાયણ મંદિર બની રહ્યું હોય જ્યાં નદીના કાંઠે દીવાલ બનાવવામાં આવતા વિવાદ સર્જાયો હતો જેને પગલે કલેકટર દ્વારા ઉચ્ચ સ્તરીય કમિટી બનાવી રીપોર્ટ મંગાવ્યો હતો અગાઉ ડીઆઈએલઆર દ્વારા માપણી કરવામાં આવી હતી જોકે સંસ્થાએ વાંધો ઉઠાવતા SLR દ્વારા માપણી કરવામાં આવી હતી જેના બાદ આખરે દીવાલ તોડવાની કામગીરી શરુ કરવામાં આવી હતી

મચ્છુ નદીના પટમાં દીવાલ મુદે આજે SLR દ્વારા માપણી કરવામાં આવી હતી અને સર્વે નંબરની જમીન અને બાંધકામ ક્યાં સુધી છે તે ચેક કરવામાં આવ્યું હતું અને જીડીસીઆરના નિયમોને ધ્યાને લઈને દીવાલ તોડવી જરૂરી હોય આખરે SLR દ્વારા માપણી બાદ દીવાલ તોડવાની કામગીરી શરુ કરવામાં આવી હતી આજે કલેકટરના આદેશ અને માર્ગદર્શન હેઠળ જીસીબી મશીન દ્વારા દીવાલ તોડવાની કામગીરી શરુ કરવામાં આવી હતી







