GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જોવા જેવી દુનિયા”ને મળ્યો બહોળો પ્રતિસાદ:”હનુમાન અને કાળનેમી” શો જોઈ લોકો થયા મંત્રમુગ્ધ

 

MORBI:મોરબી જોવા જેવી દુનિયા”ને મળ્યો બહોળો પ્રતિસાદ:”હનુમાન અને કાળનેમી” શો જોઈ લોકો થયા મંત્રમુગ્ધ

 

 

જીવન જીવવાની મેળવી સાચી સમજણ | કાર્યક્રમ રવિવાર સુધી રહેશે

૮ નવેમ્બર, ૨૦૨૫, મોરબી: જ્ઞાનીપુરુષ પરમ પૂજ્ય દાદા ભગવાનની ૧૧૮મી જન્મજયંતિ મહોત્સવ નિમિત્તે મોરબી ખાતે ઊભી કરવામાં આવેલી ભવ્ય આનંદ નગરી એટલે કે જોવા જેવી દુનિયા” ને ખૂબ જ સુંદર પ્રતિસાદ મળ્યો છે અને અત્યાર સુધીમાં સવા લાખથી વધુ લોકો તેની મુલાકાત લઈ ચૂક્યા છે.

જોવા જેવી દુનિયામાં અત્યાધુનિક ટેક્નોલોજી સાથે પીરસાતી સાચી સમજણ, ભવ્ય આયોજન, સ્વચ્છતા, સકારાત્મક અને આનંદિત વાતાવરણનો પડયો અહીં આવનાર દરેક મુલાકાતીને પડે છે. તેથી જ ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીં પરિવાર સાથે આવીને જીવન જીવવાની સાચી સમજણ મેળવે છે. ઉપરાંત, પાર્કિંગથી લઈને વોશરૂમ સુધીના દરેક આયોજનને લોકોએ ખૂબ વધાવ્યું. ૩૨ લાખ ચોરસફૂટની આ દુનિયા એક દિવસમાં પૂરી નહીં થાય, એટલે મોટાભાગના મુલાકાતીઓ એકથી વધુ વખત અહીં આવીને આ દુનિયાને માણી રહ્યા છે.

જોવા જેવી દુનિયાના થીમ પાર્ક અને ચિલ્ડ્રન પાર્ક એટલે વિવિધ મનોરંજક માધ્યમોથી, રોજીંદા જીવનમાં પ્રેક્ટિકલ રીતે સાથી સમજણને હસતા-હસાવતા પીરસતા પ્રદર્શનો આમ તો જોવા જેવી દુનિયા આખી જ જોવા જેવી છે પણ તેમાં

પ્રસ્તુત હનુમાન અને કાળનેમી શો નાના મોટા સૌનું આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે. આ મલ્ટીમીડિયા શોમાં રામાયણના એક પ્રસંગ ઉપર આધારિત છે. સૌથી ખાસ વાત એ છે કે, અતિ આધુનિક એવા ‘હોલોગ્રામ* ટેક્નોલોજીના 30 માધ્યમને કારણે શો ના પાત્રો વિશાળકાય હનુમાનજી અને કાળનેમી જાણે સાચે જ સ્ટેજ ઉપર ઊભા હોય તેવું દર્શકોને ભાસિત થાય છે. એટલું જ નહીં. આ શોમાં પ્રસ્તુત સંદેશ આજની અને આવનારી પેઢીને સાચી દિશા પૂરી પાડે છે.

રામાયણના યુદ્ધકાંડમાં જયારે લક્ષ્મણ બેભાન થઇ જાય છે, ત્યારે તેમને સજીવન કરવા સંજીવની બુટ્ટી લેવા હનુમાનજી હિમાલયમાં જાય છે. રસ્તામાં તેમને રોકવા માટે રાવણ પોતાના સૌથી શક્તિશાળી દાનવ કાળનેમીને મોકલે છે. કાળનેમી એક સાધુના રૂપમાં આવીને હનુમાનને નાથવાની માયાજાળ રચે છે. હનુમાનજી અત્યંત શક્તિશાળી અને બુદ્ધિમાન હોવા છતાં પણ કઈ રીતે કાળનેમીની આ માયાજાળમાં ફસાઈ જાય છે, અને તેમાંથી કેવી રીતે બહાર નીકળે છે તેનું સુંદર વર્ણન આ શોમાં મળે છે.

જેમ હનુમાનજીનો ધ્યેય સંજીવની લાવવાનો હતો. તેમ આપણા જીવનમાં પણ કંઈક પ્રાપ્ત કરવાનો ધ્યેય હોય છે. જેમ હનુમાનજી અત્યંત શક્તિશાળી હતા. તેમ આપણી પાસે પણ ધ્યેય સુધી પહોંચવાની ક્ષમતા છે. હનુમાનજીની જેમ આપણી પાસે પણ નાના-મોટા વિઘ્નો પાર પાડવાની ચતુરાઈ છે. તેમ છતાં આપણે આપણા આંતરિક કાળનેમીની જાળમાં ફસાઈ જઈને ધ્યેય ચૂકી જઈએ છીએ કેમ? કારણ કે, જેમ સાધુના વેશમાં કાળનેમીને હનુમાનજી ઓળખી નથી તેમ આપણે આ શત્રુઓને ઓળખી નથી શકતા જેમ કાળનેમી હનુમાન છેતરે છે તેવી જ રીતે મોબાઈલ

અને ઈન્ટરનેટ જેવા લોભામણા સાધનો આપણને છેતરે છે. આ સાધનો આપણે મદદ લેવાના હેતુથી વાપરીએ છીએ. પણ તે આપણને મદદ કરવાને બદલે નુકસાન વધુ કરે છે. એની માયાજાળમાંથી બહાર નીકળવું હોય, તો સૌથી પહેલા જરૂર છે આપણા પોતાના કાળનેમીને ઓળખવાની એ ઓળખાઈ જાય પછી તેની સામે સતત ઝઝૂમીને આપણા ધ્યેયને સિન્સિયરલી, નિષ્ઠાથી વળગી રહેવાની, અંતે હનુમાને કાળનેમીને નાથ્યો અને સંજીવની લાવી લક્ષ્મણને સજીવન કર્યા. આપણે પણ આપણા અંદરના કાળનેમીને નાથીશું તો ગમે તેવી મુશ્કેલ લાગતી મંઝિલ પણ હાથમાં છે. શ્રીરામના પરમ ભક્ત પવનપુત્ર શ્રી હનુમાનજીની વાર્તા સાથે આજની યુવા પેઢી જે મોબાઈલ અને ઈન્ટરનેટના દૂષણથી પ્રભાવિત છે તેમને સાંકળતો આ મનોરંજન, ટેકનોલોજી અને નૈતિક મૂલ્યો- એ ત્રણેનો સંગમ એવો શો દર્શકોને સ્પર્શી જાય છે.

પરમ પૂજ્ય દાદા ભગવાને જગતના લોકો સુખ અને શાંતિને પામે એવી એકમાત્ર ભાવનાથી આપેલ કળયુગમાં અજોડ એવું આધ્યાત્મિક વિજ્ઞાન એટલે અક્રમ વિજ્ઞાન. આ અદભૂત અક્રમ વિજ્ઞાનના સિદ્ધાંતોને આવરી લેતી જોવા જેવી દુનિયામાં ‘થીમ પાર્ક’ અને ‘ચિલ્ડ્રન પાર્ક’નું સર્જન કરવામાં આવ્યું છે જે બાળકો અને યુવાનોને મુશ્કેલીઓથી ભરેલા જીવનમાં જિંદગી જીવવાનો એક અનોખો અભિગમ પૂરો પાડે છે. મોરબીમાં પ્રથમ વાર જ યોજાઇ રહેલ આ અનોખી દુનિયાની મુલાકાત લઈ લોકોએ સપરિવાર અહીં દર્શાવવામાં આવતા વિવિધ શો માણ્યા હતા.

આ જોવા જેવી દુનિયાના દ્વાર રવિવાર, ૯ નવેમ્બર સુધી રોજ સાજે ૪.૩૦ થી રાત્રે ૧૧ વાગ્યા સુધી ખુલ્લા રહેશે.

અનેકવિધ મલ્ટીમીડિયા શો અને ફિલ્મ્સ જોવા મળશે આ અનોખી ‘જોવા જેવી દુનિયા’માં તે પણ વિનામુલ્યે

૯ નવેમ્બર સુધી રોજ સાંજે ૪.૩૦ થી રાત્રે ૧૧ સુધી

થીમ પાર્ક અને ચિલ્ડ્રન પાર્ક એટલે વિવિધ મનોરંજક માધ્યમોથી, રોજીંદા જીવનમાં પ્રેક્ટિકલ રીતે સાચી સમજણને હસતા-હસાવતા પીરસતા પ્રદર્શનો

થીમ પાર્કમાં મળે છે જીવનમાં કામ લાગે એવો સાચી સમજણનો ખજાનો:

વિક્રમ વેતાળ” રોબોટીક્સ સાથે ડ્રામા – રોમાંચક નાટકના માધ્યમથી માનવધર્મની પાયાની સમજણ મળે છે. જેવો મને ગમે તેવો જ વ્યવહાર બીજાની સાથે કરવો એ માનવધમાં પ્રેક્ટિકલ ઉદાહરણો સાથે આ સમજણ શીરાની પેઠ જીવનમાં ઉતરી સ્વયં ક્રિયાકારી બનશે.

સાઈરન આ શોર્ટ ફિલ્મ એક પ્રયાસ છે આપણી અંદર વાગતી સાઇરનને ઓળખવાનો, જે સતત આપણને ચેતવતી હોય છે. જરૂર છે બસ કાન અને હ્રદય ખુલ્લા રાખી સાંભળવાની.

મેં કૌન હું?” – છેક સુધી જકડી રાખે તેવો એકપાત્રીય અભિનય સાથેનો મલ્ટીમીડિયા શો છે, જેમાં ફક્ત ૨૦ મિનિટમાં જીવનના સૌથી ગહન પ્રશ્ન. ‘હું કોણ છું?’ ની સચોટ સમજણ મળે છે. એ પણ દરેક વ્યક્તિને સ્પર્શે તેવા લોજીકલ અને પ્રેક્ટિકલ ઉદાહરણો સાથે.

“એહસાસ’ શોર્ટ ફિલ્મ – શું સંબંધોમાં લાગણીના ટકા ઓછા થવા લાગ્યા છે? અને એની આડઅસર ઘરમાં દેખાવા લાગી છે? તો ઘરની વ્યક્તિઓ સાથેના નાજુક સંબંધ કઈ રીતે સચવાય તેનું સરળ માર્ગદર્શન આપતી ફિલ્મ

ચિલ્ડ્રન પાર્કના આકર્ષણો જે બાળકોને આપશે ગમ્મત સાથે જ્ઞાન નો એક યાદગાર અનુભવ:

“તારારમપમપુર” મનોરંજક પપેટ શો- બાળકોને, બાળકો દ્વારા, બાળ ભાષામાં સંસ્કાર સિંચન કરાવતી તારાઓની

દુનિયાની એક સફર બાળકોને જીદ ઉપર જીત મેળવવાની સમજ પૂરી પાડશે.

“હનુમાન ઔર કાળનેમી-અત્યાધુનિક ટેક્નોલોજી દ્વારા નિર્માણ કરવામાં આવેલ આ મલ્ટિમીડિયા હોલોગ્રામ શો જે વિદ્યાર્થીઓને મુંજવતા પ્રશ્નોના સમાધાન આપશે. આ એક જ શો માં ત્રણ વિશાળ LED સ્ક્રીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

“ચાલો બનીએ સુપર હીરો’ – સુપર હીરો એટલે જેમની પાસે બીજા કરતાં અલગ કઈંક વિશેષ શક્તિ હોય. તમે પણ આ પ્રદર્શનમાં જાતે જ અનુભવ કરી ખિલવીએ વ્યવહારમાં એડજસ્ટમેન્ટ લેવાની શક્તિ અને બનીએ સુપર હીરો

“એમ્ફીથીયેટર” – બાળકોને પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવાનો મોકો આપતું એક પ્લેટફોર્મ કે જેમાં તેઓ ડ્રામા અને કોમ્પિટિશનમાં સહભાગી બની શકશે.

Back to top button
error: Content is protected !!