GUJARATJASDALRAJKOTRAJKOT CITY / TALUKO
Jasdan: મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં જસદણ તાલુકાની લેન્ડ કમિટીની બેઠક યોજાઈ
તા.૨૧/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Jasdan: જળસંપત્તિ અને પાણી પૂરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં જસદણ તાલુકા પંચાયત ખાતે જસદણ તાલુકાની લેન્ડ કમિટીની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જસદણ તાલુકાના ઘરથાળ પ્લોટ મેળવવા પાત્ર લોકોને ઘરથાળના પ્લોટની ફાળવણીના નિર્ણય અર્થે ગ્રામ્ય કક્ષાએથી આવેલ અરજીઓના નિકાલ કરવા અંગે, દહીંસરા ગામની વિચરતી વિમુક્તિ જાતિના લોકોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપવા, ખડવાવડી ગામે ૧૦૦ ચોરસ વાર ગામતળ મંજુર કરવા, જુના પીપળીયા ગામે કુલ ૨૮ પ્લોટમાંથી ૨૨ પ્લોટ ૧૦૦ ચોરસ વારના તથા ૬ પ્લોટોનું જાહેર હરરાજીથી આપી શકાય તે અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
આ તકે પ્રાંત અધિકારી શ્રી આર.આર. ખાંભરા, મામલતદારશ્રી આઈ.જી.ઝાલા, તાલુકા વિકાસ અધિકારી શ્રી પી.જે.પરમાર, અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.