
ઝઘડિયાના રાજપારડી ખાતે ભાલોદ વિભાગ શિક્ષક કો.ઓ.ક્રેડિટ સોસાયટીની ૫૮ મી સાધારણ સભા યોજાઇ

કાર્યક્રમમાં શ્રેષ્ઠ વિધ્યાર્થીઓને પરિતોષિક અર્પણ કરાયા તેમજ નિવૃત્ત શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી મુકામે ગતરોજ તા.૧૪ મીના રોજ ભાલોદ વિભાગ શિક્ષક કો.ઓ.ક્રેડિટ સોસાયટીની વાર્ષિક ૫૮ મી સાધારણ બેઠક યોજાઇ હતી. કાર્યક્રમની શરુઆતમાં કન્યાશાળા રાજપારડીની બાળાઓએ સ્વાગતગીત, પ્રાથનાગીત તેમજ રાષ્ટ્રીય ગીત રજુ કર્યા.બાદમાં દિનેશભાઇએ સ્વાગત પ્રવચન કરી સહુને આવકાર્યા હતા.આ પ્રસંગે મંડળીના ચેરમેન ઇશ્વરભાઇ વસાવા તથા વાઇસ ચેરમેન દિલિપસિંહ ઘરિયા દ્વારા નિવૃત્ત શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું તેમજ શ્રેષ્ઠ વિધ્યાર્થીઓને પરિતોષિક અર્પણ કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આયોજિત બેઠકમાં મંડળીના નવા વરાયેલ કાર્યવાહક મંડળની જાહેરાત કરવામાં આવી. મંડળીના સેક્રેટરી રાજેશભાઇ રજવાડી દ્વારા મંડળીના વાર્ષિક હિસાબો રજુ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મંડળીની ધિરાણ નિતી સંબંધિત માહિતી આપીને ચાલુ સાલે ૧૫ ટકા ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવી હતી.કાર્યક્રમને અંતે આયોજકોએ ઉપસ્થિત સહુનો આભાર માન્યો હતો.
ઈરફાન ખત્રી
રાજપારડી




