MORBI:મોરબીના મહેન્દ્રનગરથી ગુમ થયેલ યુવાન જામનગરથી મળી આવ્યો

MORBI:મોરબીના મહેન્દ્રનગરથી ગુમ થયેલ યુવાન જામનગરથી મળી આવ્યો
મોરબી: મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાંથી ગુમ થયેલા ૪૪ વર્ષીય યુવાન ગણતરીના દિવસોમાં જ હેમખેમ મળી આવતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા અને સમાચાર માધ્યમોના સહકારથી આ યુવાનનો પતો લાગ્યો છે.
મોરબીના રહેવાસી ચિરાગભાઇ ડાહ્યાભાઈ વાંસજાળીયા (ઉં.વ. ૪૪) ગત તારીખ ૨૦-૦૩ ના રોજ સવારે ૯:૦૦ વાગ્યાની આસપાસ મહેન્દ્રનગર ચોકડી પાસેથી અચાનક ગુમ થયા હતા. પરિવારજનો દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી રહી હતી, પરંતુ કોઈ પતો મળતો નહોતો. છેલ્લે ૨૧-૦૩ ના રોજ બપોરે તેઓ હળવદના શક્તિધામ પાસે જોવા મળ્યા હતા, ત્યારબાદ તેમની કોઈ ભાળ મળી ન હતી.
સોશિયલ મીડિયા અને સમાચારે ભજવી મહત્વની ભૂમિકા
યુવાન ગુમ થયા અંગેના સમાચાર ફોટા સાથે પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા અને સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા હતા. આ વિગતો અને ફોટાના આધારે તપાસ કરતા જાણવા મળ્યું કે ચિરાગભાઈ જામનગર બસ સ્ટેશન પાસેના વિસ્તારમાં છે.
ચિરાગભાઈ મળી આવ્યા હોવાની જાણ થતા જ પરિવારજનો તેમને લેવા માટે જામનગર જવા રવાના થયા છે. મુશ્કેલ સમયમાં મદદ કરનાર અને મેસેજ વાયરલ કરનાર તમામ લોકોનો પરિવાર દ્વારા હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો છે.










