MORBI:મોરબીના વાવડી રોડ પર મહાનગરપાલિકા ડિમોલેશનની કામગીરીથી, જનતામાં ઉગ્ર રોષ.

MORBI: મોરબીના વાવડી રોડ પર મહાનગરપાલિકા ડિમોલેશનની કામગીરીથી, જનતામાં ઉગ્ર રોષ.
જનતામાં રોષ: સ્થાનિક રહેવાસીઓ અને ટ્રાફિકની સમસ્યાથી કંટાળેલા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. લોકોનું માનવું છે કે તંત્ર મોટા માથાઓ સામે નમતું જોખી રહ્યું છે.?
મોરબી નગરપાલિકા દ્વારા આજે ફરી એકવાર દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ આ કામગીરી પણ અગાઉની જેમ જ ‘ખોદ્યો ડુંગર અને કાઢ્યો ઉંદર’ જેવી સાબિત થઈ છે. વાવડી રોડ પર આવેલી ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં તંત્રનું બુલડોઝર તો પહોંચ્યું, પણ કામગીરીના નામે માત્ર સમય પસાર કરવામાં આવ્યો હોવાના આક્ષેપો ઉઠ્યા છે.
દેખાડા પૂરતી કામગીરી? સ્થાનિકોના જણાવ્યા અનુસાર, છેલ્લા ઘણા અઠવાડિયાથી મોરબીમાં ડિમોલેશનની વાતો ચાલી રહી છે, પરંતુ વાસ્તવિકતામાં તંત્ર માત્ર ટાઈમપાસ કરી રહ્યું હોય તેવું લાગે છે. સોસાયટીની અંદર નાના-મોટા દબાણો દૂર કરી સંતોષ માનવામાં આવે છે, જ્યારે શહેરના મુખ્ય માર્ગો પર થયેલા મોટા દબાણો તંત્રને દેખાતા નથી.
જે ઉત્સાહથી ટીમ આવી હતી, તે મુજબ નક્કર કામગીરી કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યું.મોરબી શહેરમાં અનેક જગ્યાએ ગંભીર દબાણો છે જે ટ્રાફિક અને સામાન્ય જનતા માટે મુસીબત છે, છતાં ત્યાં કોઈ કાર્યવાહી થતી નથી.શું આ ડિમોલેશન માત્ર કાગળ પર કામગીરી બતાવવા માટે છે? મોટા ગજાના દબાણકર્તાઓ સામે તંત્ર ક્યારે લાલ આંખ કરશે?
શહેરના જાગૃત નાગરિકોમાં ચર્ચા છે કે જો નગરપાલિકા ખરેખર શહેરને દબાણમુક્ત કરવા માંગતી હોય, તો પક્ષપાત વગર અને કડક હાથે કામ લેવું જોઈએ. ક્રિષ્ના પાર્ક સોસાયટી જેવી જગ્યાઓએ ડિમોલેશન કરીને માત્ર સંતોષ માનવાને બદલે મુખ્ય માર્ગો પર થતા દબાણો દૂર કરવા પ્રાથમિકતા આપવી જોઈએ.










