વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી, તા-૦૭ જાન્યુઆરી : સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે ખેલ મહાકુંભનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં શાળા/ગ્રામ્ય, તાલુકા, જિલ્લાકક્ષા, ઝોન કક્ષા(ટીમ રમત) અને છેલ્લે રાજ્યકક્ષાની સ્પર્ધા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત અં-૯, અં-૧૧, અં-૧૪, અં-૧૭, ઓપન વયજૂથ , ૪૦ વર્ષથી ઉપરના અને ૬0 વર્ષથી ઉપરના વયજૂથની તાલુકાકક્ષાની સ્પર્ધા તા.૦૬/૦૧/૨૦૨૫ થી તા.૧૨/૦૧/૨૦૨૫ સુધી તથા જિલ્લાકક્ષાની સ્પર્ધા તા.૦૭/૦૧/૨૦૨૫ થી તા.૩૦/૦૧/૨૦૨૫ સુધી અલગ-અલગ સ્થળો ખાતે યોજાશે. સ્પર્ધા સ્થળની વિગત, સ્પર્ધા તારીખ, કન્વીનરશ્રીના નામ અને મો.નંબરની વિગત https://khelmahakumbh.gujarat.gov.in/ વેબસાઈટ પર જોઈ શકાશે. તેમજ ખેલાડીઓએ આધારકાર્ડની ઝેરોક્ષ, પાસબુકની ઝેરોક્ષ અને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરેલ KMK ID ની સ્લીપ સ્પર્ધા સ્થળ ખાતે આપવાની રહેશે. વધુ માહિતી માટે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, રમત સંકુલ, સર્વોદય સ્પોર્ટ્સ સેન્ટરની બાજુમાં, માધાપર, તા. ભુજ ખાતે સંપર્ક કરી શકાશે તેવું જિલ્લા રમતગમત અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.