HALVAD:હળવદ પ્રોહિબીશનના ગુનામાં સંડોવાયેલા ત્રણ ઈસમોને પાસા તળે જેલ હવાલે

HALVAD:હળવદ પ્રોહિબીશનના ગુનામાં સંડોવાયેલા ત્રણ ઈસમોને પાસા તળે જેલ હવાલે
હળવદ પોલીસ સ્ટેશનના પ્રોહિબીશનના ગુન્હાઓમાં સંડોવાયેલ ત્રણ ઇસમો વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ મોરબી તરફ મોકલતા મેજીસ્ટ્રેટ તરફથી પ્રોહિબીશનની ગે.કા. પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ત્રણ ઇસમોના પાસા વોરંટ ઇશ્યુ કરી મોરબી જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ જેલ હવાલે કરવામાં આવેલ છે જે ત્રણેયની સત્વરે અટકાયત કરવા માટે મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ તથા હળવદ પોલીસ સ્ટેશનના સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી ત્રણે ઇસમોને પાસા એકટ તળે ડીટેઇન કરી આરોપી અલ્પેશભાઈ રમેશભાઇ જીંજરીયા રહે. જુના ઘુંટુ રોડ મોરબીવાળાને મધ્યસ્થ જેલ વડોદરા, રવિભાઈ રમેશભાઇ વિંજવાડીયા રહે. જુના ઘુંટુ રોડ મોરબીવાળાને જિલ્લા જેલ જુનાગઢ તથા તેજશભાઈ નરશીભાઈ લાંધણોજા રહે. ખાખરેચી તા. માળીયા મીયાણાવાળાને જિલ્લા જેલ ભાવનગર ખાતે મોકલી આપેલ છે.









