ભરૂચ: અશ્કરી ટેલરીંગ કલાસની પ્રથમ બેંચ પૂર્ણ, ૧૭ તાલીમાર્થી બહેનોએ અભ્યાસ પૂર્ણ કર્યો
સમીર પટેલ, ભરૂચ
ભરૂચના ટંકારીયા સ્થિત સેવાભાવી તેમજ સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલી મોહસીને આઝમ મિશન ટંકારીયા બ્રાન્ચ અને જન શિક્ષણ સંસ્થાન ભરૂચના સંયુક્ત ઉપક્રમે ચાલતા નિ:શુલ્ક અશ્કરી ટેલરીંગ ક્લાસ જે માત્ર બહેનો માટે આ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં બહેનો પોતે સ્વનિર્ભર બની અને તે પણ પોતાના રોજિંદા કાર્યમાં નિરાંતના સમયે ટેલરિંગ કામ કરી શકે એ હેતુસર શરૂ કરવામાં આવ્યા છે.અશ્કરી ટેલરીંગ ક્લાસની પ્રથમ બેચ પૂર્ણ થઇ જે જુલાઈ થી સપ્ટેમ્બર સુધી ચાલી હતી. જેમાં આબેદાબેનના નેતૃત્વ હેઠળ ૧૭ તાલીમાર્થી બહેનોએ સંપૂર્ણ અભ્યાસ પૂર્ણ કર્યો છે.
જેમાં તેઓએ ખુબ સરસ રીતે તાલીમ મેળવી તેમજ તારીખ ગત ૧૯/૧૦/૨૦૨૪ ને શનિવારના રોજ આ તાલીમાર્થીઓની પરિક્ષા લેવાઈ હતી. જેમાં તમામ તાલીમાર્થીઓ ઉતીર્ણ થતા શિવણ ક્લાસનું પરિણામ ૧૦૦% આવ્યું. ઉત્તિર્ણ થનાર તમામને સંસ્થાના પ્રમુખ પટેલ ઇશાક સાહેબ તથા મૌલાના અબ્દુરઝ્ઝાજક સાહેબ, યાકુબભાઈ બોડાં તેમજ ટ્રસ્ટી મંડળના સભ્યોના હસ્તે તાલીમાર્થીઓને પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્થા તરફથી ઉતીર્ણ થનાર તમામ તાલીમાર્થીઓને ખુબ-ખુબ અભિનંદન પાઠવ્યા હતા.