વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલની ઉપસ્થિતિમાં એલઇડી પર યુવાનોને સ્પર્ધામાં સહભાગી થવા પ્રોત્સાહિત કરાયા..
*માહિતી નિયામકશ્રીની કચેરી દ્વારા વખતોવખત પ્રકાશિત થતા સાહિત્યનું પણ વિતરણ કરાયું*
ડાંગ જિલ્લામાં ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી વર્ષની ઉજવણી પ્રસંગે આહવાના આદિવાસી સાંસ્કૃતિક ભવન ખાતે ડાંગ જિલ્લા માહિતી કચેરી દ્વારા નવો અભિગમ અપનાવી હજારોની સંખ્યામાં ઉમટેલા આદિવાસી બાંધવોને માહિતી નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર દ્વારા વખતોવખત પ્રકાશિત થતા રાજ્ય સરકારશ્રીની વનબંધુ કલ્યાણ યોજના, આદિવાસી સમાજનો વિકાસ, પ્રકાશનો, યોજનાકીય સાહિત્ય, પુસ્તકો અને પેમ્પ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સિવાય વર્ષ ૨૦૩૫માં ગુજરાત રાજ્યની સ્થાપનાને ગૌરવશાળી ૭૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ ઐતિહાસિક પ્રસંગની ઉજવણી રૂપે ગુજરાત સરકારે MyGov.in પર રાષ્ટ્રીય સ્તરે લોગો ડિઝાઇન સ્પર્ધાનું આયોજન કર્યું છે. જે અંગે પણ આદિવાસી ભવનના પ્રવેશદ્વાર પાસે પોસ્ટર દ્વારા અંદાજે ૧૬૫૦ લોકોને સમજણ આપવામાં આવી હતી. ગુજરાત@75 લોગો કોમ્પિટિશન અંગે આદિવાસી સમાજના યુવાનોની ક્રિએટિવિટી બહાર આવે તે માટે પોતાનું યોગદાન આપી આ સ્પર્ધામાં સહભાગી થવા માટે ડાંગ જિલ્લા માહિતી કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો.
આ સાથે જ જિલ્લા કક્ષાની ઉજવણીમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલની ઉપસ્થિતિમાં બે વિશાળ એલઇડી ઉપર સમસ્ત આદિવાસી સમાજના લોકોને જાણ થાય અને સ્પર્ધામાં ભાગ લેવા પ્રોત્સાહિત થાય તે માટે લોગો કોમ્પિટિશન અંગે એન્કર દ્વારા એનાઉસ્મેન્ટ પણ કરાવવામાં આવ્યું હતું.