BANASKANTHAGUJARATPALANPUR

સમતા વિદ્યાવિહાર શૈક્ષણિક સંકુલ પાલનપુરમાં 78 માં સ્વતંત્રતા દિવસની ઉજવણી

16 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર બનાસકાંઠા 

સમતા વિદ્યાવિહાર શૈક્ષણિક સંકુલ પાલનપુરમાં 78 માં સ્વતંત્રતા દિવસની ઉજવણી

બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળ પાલનપુર સંચાલિત સમતા વિદ્યાવિહાર શૈક્ષણિક સંકુલ પાલનપુરમાં આજે 78માં સ્વતંત્રતા દિવસથી ઉજવણી કરવામાં આવી જેમાં અધ્યક્ષ તરીકે શ્રી લક્ષ્મણભાઈ પુંજાભાઈ પરમારના વરદ હસ્તે ધ્વજ વંદન કરાવવામાં આવ્યું તથા કેળવણી મંડળના પ્રમુખ શ્રી બાબુભાઈ પી સોલંકીએ તાજેતરમાં દાન આપનાર શ્રીમતી પુષ્પાબેન લક્ષ્મણભાઈ પરમાર ગામ-વનાસણાવાસ પાલનપુર કે જેઓએ રૂપિયા 55,555/-, શ્રી નારાયણભાઈ જીવાભાઈ મકવાણા ગામ-કિર્તીપુરા પાલનપુર કે જેઓએ રૂપિયા 51,101/-, શ્રી દિનેશભાઈ કાળુભાઈ પરમાર ગામ-વણસોલ કે તેઓએ રૂપિયા 51,251/- શ્રી દલપતભાઈ સદાભાઈ પરમાર ગામ-રૂપાલ કે જેઓએ રૂપિયા 51,017/- દાન આપેલ તેમનું પ્રમુખ શ્રી બાબુભાઈ પાનાભાઈ સોલંકીએ શાબ્દિક આભાર માન્યો હતો શ્રી બાબુભાઈ પાનાભાઈ સોલંકી અને શ્રી મહેન્દ્રકુમાર પાનાભાઈ સોલંકીએ રૂપિયા 3,83,641/- દાન આપેલ તેઓનું શાબ્દિક અને શાલ ઓઢાડીને કેળવણી મંડળના હોદ્દેદારશ્રીઓ, કારોબારી સભ્યશ્રીઓ, સમાજના મહામંત્રીશ્રી,ભૂતપૂર્વ મહામંત્રીશ્રીએ બહુમાન કર્યું. કેળવણી મંડળના પ્રમુખશ્રી બાબુભાઈ પી સોલંકી,મહામંત્રી શ્રી હરિભાઈ એન સોલંકી, ઉપપ્રમુખશ્રીઓ કાનજીભાઈ પરમાર,હરિભાઈ મગરવાડીયા, ખજાનચી શ્રી કાળુભાઈ મકવાણા,કારોબારી સભ્યશ્રીઓ શ્રી પી કે ડાભી, શ્રી અશોકભાઈ પરમાર,શ્રી ગમાનભાઈ પરમાર, શ્રી રમેશચંદ્ર પરમાર,કેળવણી મંડળના ભૂતપૂર્વ મહામંત્રી શ્રી હરખાભાઈ પરમાર, યુવા સંગઠનના પ્રમુખ શ્રી નરેશભાઈ પરમાર,મહામંત્રી શ્રી નીતિન પરમાર,યુવા સંગઠનના સદસ્યશ્રીઓ તથા શ્રી જશુભાઈ અનાવાડીયા,શ્રી પ્રમોદભાઈ,શ્રી પ્રવિણદાન ગઢવી તથા સમાજના મહાનુભાવોએ સૌપ્રથમ ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરીને ધ્વજ વંદન કાર્યક્રમમાં સામેલ થયા હતા ત્યારબાદ બાલમંદિરથી ધોરણ 10 સુધીના વિદ્યાર્થી- વિદ્યાર્થીનીઓ દ્વારા ગુજરાતી ગરબા, દેશભક્તિ ગીત આધારીત સાંસ્કૃતિક કાર્યક્રમો તથા શાળાની ધોરણ આઠની વિદ્યાર્થીની દ્વારા સ્વતંત્રતા વિશે વક્તવ્ય રજૂ કરવામાં આવ્યુ. કેળવણી મંડળના હોદ્દેદાર શ્રીઓ અને સમાજના અન્ય મહાનુભાવોએ બાળકોને પ્રોત્સાહન કરવા દાન/ભેટ આપેલ. કેળવણી મંડળના પ્રમુખશ્રી બાબુભાઈ પી સોલંકીએ ગત વર્ષે જાહેર કરેલ એટલે કે માર્ચ-2024 ની બોર્ડની પરીક્ષામાં પ્રથમ,દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થી અનુક્રમે પ્રથમ પરમાર,રાજન સોલંકી અને સુહાની પરમારને પ્રોત્સાહક ઇનામ સ્વરૂપે 1000/- રૂપિયા, 750/- રૂપિયા અને 500/- રૂપિયા સમાજના મહાનુભાવો દ્વારા અર્પણ કરવામાં આવ્યા હતા. પ્રમુખશ્રી બાબુભાઈ પાનાભાઈ સોલંકી તથા દાતાશ્રી મહેન્દ્રકુમાર પાનાભાઈ સોલંકી તરફથી આવનાર માર્ચ-2025 ની ધોરણ 10 ની જાહેર પરીક્ષામાં પ્રથમ ક્રમાંક, દ્વિતીય ક્રમાંક,અને તૃતીય ક્રમાંક લાવનાર વિદ્યાર્થીને અનુક્રમે 1000/- રૂપિયા,750/-રૂપિયા અને 500/-રૂપિયા રોકડ ઇનામ આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી.તથા ધાણધાર વણકર યુવા સંગઠન બનાસકાંઠાના સભ્યશ્રીઓના આર્થિક સહયોગથી આજ રોજ સમતા વિદ્યાવિહાર સંકુલ પાલનપુરને શિક્ષણના વિકાસ માટે રૂપિયા 19000/- ની કિંમતનું મલ્ટીપરપજ પ્રિન્ટર મશીન દાન-ભેટ આપેલ. કેળવણી મંડળે તેમનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો. આ સમગ્ર કાર્યક્રમ વિદ્યાર્થીઓ અને વાલીઓએ ખૂબ જ ઉત્સાહથી નિહાળ્યો. આજના આ કાર્યક્રમમાં બાળકોને માર્ગદર્શન આપી કાર્યક્રમને સફળ બનાવવા બદલ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રીમતી ચેતનાબેન જે મકવાણા અને માધ્યમિક શાળાના ઇન્ચાર્જ આચાર્ય શ્રી જગદીશભાઈ પરમાર તથા સર્વ શિક્ષક ભાઈ-બહેનો અને કર્મચારીઓને સંસ્થાના પ્રમુખશ્રીએ બિરદાવ્યા. આ સમગ્ર કાર્યક્રમનું સફળતા પૂર્વકનું સંચાલન ઇન્ચાર્જ આચાર્યશ્રી જગદિશભાઈ પરમારએ કર્યું હતું.

Back to top button
error: Content is protected !!