ઝઘડિયા જીઆઇડીસીની કેએલજે કંપનીમાં થયેલ ચોરીના ગુના હેઠળ વધું ચાર આરોપી ઝડપાયા
ઝઘડિયા જીઆઇડીસી પોલીસની તપાસ દરમિયાન અગાઉ મુદ્દામાલ સાથે પાંચ આરોપીઓને ઝડપી લેવાયા હતા
ઝઘડિયા તા.૨૯ ઓગસ્ટ ‘૨૫
ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતેની જીઆઇડીસીની કેએલજે પેટ્રોપ્લાસ્ટ કંપનીમાં થયેલ ચોરીના ગુના હેઠળ ઝઘડિયા જીઆઇડીસી પોલીસે વધુ ચાર આરોપીઓને ઝડપી લીધા હતા.ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં નંધાયેલ ગુનાઓ હેઠળ વણઉકલ્યા ગુનાઓના ભેદ શોધીને તેમાં સંડોવાયેલ ઇસમોને ઝડપી લેવા જિલ્લાના પોલીસ વિભાગને સુચના આપેલ, દરમિયાન ઝઘડિયા જીઆઇડીસીની કેએલજે પેટ્રોપ્લાસ્ટ કંપનીમાં થયેલ ચોરીના ગુના હેઠળ ઝઘડિયા જીઆઇડીસી પોલીસ મથક પીએસઆઇ પી.કે.રાઠોડે અ.હે.કો.હસમુખભાઇ અને ટીમ સાથે તપાસ કરીને અગાઉ પાંચ આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા,ત્યારબાદ ચોરીની આ ઘટના અંતર્ગત પોલીસે ન્યુજન સિક્યુરિટીમાં ફરજ બજાવતા ચાર ઇસમોને પકડી લીધા હતા.પોલીસે સદર ચાર આરોપીઓ (૧) લલીત ગોપાલ કેદારનાથ રામલાલ જયસ્વાલ હાલ રહે. અંકલેશ્વર મુળ રહે.ઉત્તરપ્રદેશ, (૨) યોગેન્દ્રસિંહ પ્રતાપસિંહ પરીહાર હાલ રહે. અંકલેશ્વર મુળ રહે.ઉત્તરપ્રદેશ, (૩) રાહુલ માખનલાલ ઘોસી હાલ રહે.અંકલેશ્વર મુળ રહે.મધ્યપ્રદેશ તેમજ (૪) કુનાલકુમાર સકલદેવ પંડીત હાલ રહે. અંકલેશ્વર મુળ રહે.બિહારનાને ઝડપી લઇને જીઆઇડીસીની કેએલજે પેટ્રોપ્લાસ્ટ કંપનીમાં થયેલ ચોરીના ગુનાનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી નાંખ્યો હતો.ઉલ્લેખનીય છેકે કંપનીઓના રક્ષણ માટે સિક્યુરિટી કર્મચારીઓ્ રાખવામાં આવતા હોય છે,ત્યારે જેમની ફરજ રક્ષણ કરવાની હોય તેવા સિક્યુરિટી કર્મચારીઓજ જો ચોરી કરતા તસ્કરો સાથે મળી જઇને ચોરીના કામમાં સંડોવાય તો વાડ જ ચીભડા ગળે તો ફરિયાદ ક્યાં કરવી એવો ઘાટ થયો ગણાય !