HALVAD:હળવદના ચૂંપણી ગામે બોલાચાલીનો ખાર રાખી યુવક સહિત ત્રણ વ્યક્તિને ત્રણ શખ્સોએ માર માર્યો

HALVAD:હળવદના ચૂંપણી ગામે બોલાચાલીનો ખાર રાખી યુવક સહિત ત્રણ વ્યક્તિને ત્રણ શખ્સોએ માર માર્યો
હળવદ તાલુકાના ચૂંપણી ગામે દેવીપુજક વાસમાં યુવક સાથે યુવકના તથા આરોપીઓના કાકાને બોલાચાલી થયેલ હોય જે બાબતનો ખાર રાખી આરોપીઓએ યુવક સહિત ત્રણ વ્યક્તિઓને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ચૂંપણી ગામની સીમમાં દેવીપુજક વાસમાં રહેતા ઘનશ્યામ ઉર્ફે ઘનોસવાભાઈ વાઘેલા (ઉ.વ.૨૧) એ તમના જ ગામના દાજીભાઈ જલાભાઈ વાઘેલા વિક્રમભાઈ જલાભાઈ વાઘેલા, કિશનભાઇ જલાભાઈ વાઘેલા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી સાથે ફરીયાદીના તથા આરોપીઓના કાકાને બોલાચાલી થયેલ હોય જે બાબતનો ખાર રાખી આરોપીઓએ પોતાની પાસે લાકડાના ધોકા લઇ ફરીયાદિના ઘર પાસે આવી પોતાના કાકા સાથે કેમ બોલાચાલી કરો છો તેવુ કહી ફરીયાદિ તથા સાથીઓને ગાળો બોલી ઢીકાપાટુનો માર મારી આરોપી દાજીભાઈએ છરીથી ફરીયાદીને ડાબા ગાલમા સામાન્ય ઇજા કરી તેમજ ત્રણેય આરોપીઓએ લાકડાના ધોકાથી ફરીયાદી તથા સાથીઓને આડેધડ માર મારી સાથી સંજયભાઇને માથામા સામાન્ય ઇજા કરી તથા સાથી વિઠ્ઠલભાઇને શરીરે મુન્ઢ ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






