GUJARAT
મહિલા અને બાળ અધિકારીની કચેરી છોટાઉદેપુર દ્વારા મહિલાઓ પર થતી હિંસા નાબુદી અભિયાન અંતર્ગત બેટી બચાઓ બેટી પઢાઓ ઉજવણી કરાઇ
મૂકેશ પરમાર,,નસવાડી
મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા તા.૨૫ નવેમ્બર થી ૧૦ ડીસેમ્બર સુધી વિવિધ થીમ આયોજિત પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવેલ છે જે ભાગરૂપે તા.૦૪/૧૨/૨૦૨૪ના રોજ બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત સાયબર સેફ્ટી જાગૃતતા સેમિનાર નસવાડી તાલુકાની આઇ. ટી.આઇ ખાતે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહિલા અને બાળ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ ડીસ્ટ્રીક ફોર એમ્પાવરમેન્ટ વિમેન યોજનાના કર્મચારી દ્વારા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ચાલતી યોજના જેવી કે osc સેન્ટર, PBSC સેન્ટર, BBBP યોજના dhew ની માહિતી આપી હતી. પોલીસ વિભાગ માંથી આવેલ સાયબર સેલના અધિકારીશ્રી દ્વારા સાયબર સેફ્ટી વિશેની માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં વ્હાલી દીકરી યોજના હેઠળ લાભાર્થી દીઠ ૧,૧૦,૦૦૦ ની ૩,૩૦,૦૦૦ની સહાય તેમજ વ્હાલી દીકરી વધામણા કીટ આપવામાં આવેલ હતી.
આ અવસરે ઉપસ્થિત પોલિસ વિભાગ,PBSC સ્ટાફ આઈ.ટી.આઇના સ્ટાફ ગણ, મહિલા અને બાળ અધિકારીના સ્ટાફ ગણ અને આઇટીઆઇના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
