MORBI:મોરબી વાવડી રોડ પરથી એક્ટિવા પર દારૂની હેરાફેરી કરતા ત્રણ શખ્સો ઝડપાયા

MORBI:મોરબી વાવડી રોડ પરથી એક્ટિવા પર દારૂની હેરાફેરી કરતા ત્રણ શખ્સો ઝડપાયા
મોરબી: શહેરના વાવડી રોડ પર પોલીસ પેટ્રોલિંગ દરમિયાન વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. એ ડિવિઝન પોલીસ ટીમે બાપા સીતારામની મઢુલી પાસેથી એક એક્ટિવાને આંતરીને તેમાં સવાર ત્રણ ઈસમોને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે.
મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ જ્યારે વાવડી રોડ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક્ટિવા (નંબર GJ-36-AK-7929) ને અટકાવી તેની તલાશી લેવામાં આવી હતી. તપાસ દરમિયાન એક્ટિવામાંથી વિદેશી દારૂની ૧૬ બોટલ મળી આવી હતી.
પોલીસે દારૂના જથ્થા સહિત વાહન પણ કબજે લીધું છે:વિદેશી દારૂ: ૧૬ બોટલ (કિંમત રૂ. ૧,૨૮૦/-)એક્ટિવા: ૧ નંગ (કિંમત રૂ. ૫૦,૦૦૦/-) કુલ મુદ્દામાલ: રૂ. ૫૧,૨૮૦/-
પોલીસે સ્થળ પરથી નીચે મુજબના ત્રણ શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે:૧. નવઘણ રઘુભાઈ ડેડાણીયા ,૨. કિરીટ મનજીભાઈ દેત્રોજા ,૩. કારો (અન્ય એક શખ્સ) હાલ પોલીસે આ ત્રણેય વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.










