તા. ૨૨. ૦૭. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લા સહકારી સંઘ ની દસમી વાર્ષિક સાધારણ સભા યોજાઈ
દાહોદ જિલ્લા સહકારી સંઘની દસમી વાર્ષિક સાધારણ સભા સંઘના ચેરમેન કલસિંહભાઈ મેડા ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી વાર્ષિક સાધારણ સભા સંઘના કાર્યાલય ચાકલીયા રોડ ખાતે યોજવામાં આવી હતી જેમાં સભાના કાર્યને બહાલી આપવામાં આવી હતી આ પ્રસંગે ભાવિ કાર્યક્રમ ની રૂપ રેખા તૈયાર કરવામાં આવી હતી તેમજ ભાવી આયોજન નક્કી કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ચેરમેન કલસિંહભાઈ મેડા સહકારી સંઘ દ્વારા તાલીમ વર્ગ યોજવા તેમજ સંઘની પ્રવૃતિઓ વધારે પ્રમાણમાં યોજવા માટે ભાર મૂક્યો હતો વાઇસ ચેરમેન મુકેશભાઈ પરમારએ પણ સૂચનો કર્યા હતા. કાર્યક્રમની આભાર વિધિ સંઘના ડિરેક્ટર સાબિર શેખ એ કરી હતી સંચાલન એક્ઝિક્યુરિટી ઓફિસર એન એમ ચૌહાણએ કરી હતી આ પ્રસંગે સંઘના માનદ મંત્રી ગોપાલભાઈ ધાનકા સંઘના ડિરેક્ટરો તેમજ વિવિધ મંડળીઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા