MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં ફ્લેટ ધારકોએ ત્રાસ આપી વૃદ્ધાને : મરવા મજબૂર કરનાર 8 શખ્સો સામે પોલીસ ફરિયાદ

 

 

MORBI:મોરબીમાં ફ્લેટ ધારકોએ ત્રાસ આપી વૃદ્ધાને : મરવા મજબૂર કરનાર 8 શખ્સો સામે પોલીસ ફરિયાદ

 

​મોરબી: શહેરના કંડલા બાયપાસ પર આવેલ ‘ડીવાઇન પાર્ક’ સોસાયટીમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પાડોશીઓના સતત માનસિક ત્રાસ અને ધમકીઓથી કંટાળીને એક માતાએ પંખે લટકી જીવન ટૂંકાવ્યું હોવાનો આક્ષેપ થયો છે. આ મામલે મૃતકના પુત્રએ સોસાયટીના જ 8 શખ્સો વિરુદ્ધ મોરબી એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.



​મળતી માહિતી મુજબ, ડીવાઇન પાર્કના સત્યમ-બી એપાર્ટમેન્ટમાં રહેતા સવિતાબેન પાચોટીયાએ ગત 5 માર્ચ 2026ના રોજ વહેલી સવારે લિફ્ટના મેન્ટેનન્સ રૂમ પાસે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાસ્થળેથી મળેલી સુસાઈડ નોટમાં પાડોશીઓના ત્રાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

​ 2024નો જૂનો ખાર ​ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આ વિવાદની શરૂઆત વર્ષ 2024માં થઈ હતી:
​પાર્કિંગમાં પાણી છાંટવા જેવી સામાન્ય બાબતે પાડોશીઓ સાથે બોલાચાલી થઈ હતી.​તે સમયે પણ આરોપીઓએ પરિવાર પર હુમલો કર્યો હતો, જેની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.​ત્યારબાદ આરોપીઓ સતત ખાર રાખીને પરિવારને હેરાન કરતા હતા.​પુત્રની ગેરહાજરીમાં માતા (સવિતાબેન)ને અવારનવાર ગાળો આપી, અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હતી.
​આરોપીઓ: મનોજભાઇ રમણીકભાઇ આદ્રોજા,વિશાલભાઇ અમરશીભાઇ ઘોડાસરા,નિલેશભાઇ પ્રભુભાઇ બારૈયા,ભાવીકભાઇ કારૂભાઇ વિરમગામા,કેવલ કારૂભાઇ વિરમગામા,રમણીકભાઇ ઉર્ફે ધામી આદ્રોજા, નાનજી જીવાણી, વિલાસબેન સવસાણી ​પરિવારનો આક્ષેપ: “આરોપીઓના અસહ્ય માનસિક ટોર્ચર અને ધમકીઓને કારણે જ મારી માતાએ આ પગલું ભર્યું છે. તેઓ અમને સતત ડરના ઓથાર હેઠળ રાખતા હતા.” — નરેન્દ્રભાઈ પાચોટીયા (મૃતકના પુત્ર)​: મોરબી સિટી એ-ડિવિઝન પોલીસે આઠેય શખ્સો વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણા (Abetment to Suicide) સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!