GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા ઉત્તરાયણ માં ઘાયલ પક્ષીઓ ની વિનામૂલ્યે સારવાર માટે 24×7 હેલ્પલાઇન તથા સારવાર કેન્દ્ર ઉભાં કરવામાં આવ્યા.

 

 

MORBI:મોરબી કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા ઉત્તરાયણ માં ઘાયલ પક્ષીઓ ની વિનામૂલ્યે સારવાર માટે 24×7 હેલ્પલાઇન તથા સારવાર કેન્દ્ર ઉભાં કરવામાં આવ્યા.

 

કર્તવ્ય જીવદયા કેન્દ્ર મોરબી દ્વારા આવતીકાલે ઉત્તરાયણ માં પતંગ ની દોરી થી ઘાયલ થતાં અબોલ પક્ષીઓ ને તાત્કાલિક સારવાર મળી રહે એવા હેતુ થી તેમનો હેલ્પલાઇન નંબર જાહેર કરવા માં આવ્યો છે તથા સંસ્થા દ્વારા મોરબી ના મુખ્ય જગ્યોઓ ઉપર 20 પક્ષી કલેક્શન સેન્ટર ઊભા કરવા માં આવ્યા છે. જેમાં નીચે યાદી મુજબ સમય માં આપ પક્ષી ત્યાં પોચાડી સકો છો.

તારીખ 13-14-15 જાન્યુઆરી
પક્ષી સારવાર કેન્દ્ર પટેલ મેડિકલ સામે,બાપા સીતારામ ચોક , રવાપર રોડ સમય સવારે 9 થી રાત્રે 11

તારીખ 14 જાન્યુઆરી -રવાપર ચોકડી
અવની ચોકડી -પંચાસર રોડ ,રાજનગર નાકે
મહારાણા પ્રતાપ સર્કલ ,મોરબી 2 સમય સવારે 8 થી સાંજે 8

14 જાન્યુઆરી ફ્લોરા 158 S.P રોડ, સરદાર પટેલ આર્કેડ ગોકુળ મથુરા સોસાયટી ઉમિયા સર્કલ , મહાદેવ મંદિર ,સુપર માર્કેટ સામે GIDC સ્વામિનારાયણ મંદિર
નગર દરવાજે મહેન્દ્રનગર ચોકડી ,પટેલ પાન
અવધ સોસાયટી કોર્નર,નાની કેનાલ
શકિત ટાઉનશિપ પાસે રવાપર સમય સવારે 8 થી બપોરે 2(આ સ્ટોલ ઉપર દાન તેમજ ઘાયલ પક્ષી સ્વીકારવા માં આવશે)

ઉપર આપેલ લોકેશન સિવાય મોરબી માં ક્યાંય પણ ઘાયલ પક્ષી ની તાત્કાલિક સારવાર કરવા સંસ્થા ના સભ્યો પણ આવી ને લય જસે જેના હેલ્પલાઇન નંબર છે.7574868886 -7574885747-7574885742

કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા મોરબી ની તમામ જીવદયાપ્રેમી જનતા ને અપીલ કરવા માં આવે છે કે ઉત્તરાયણ માં મોજ મસ્તી ની સાથે અબોલ જીવો નું પણ ધ્યાન રાખીએ.

ચાઇનીઝ દોરી ની ખરીદી તેમજ વપરાશ ના કરીએ , કાચ વાળા માંજા ના વાપરીએ તેમજ પતંગ ના દોરા યોગ્ય જગ્યાએ ઉપર નિકાલ કરીએ.સાંજે 6 પછી પતંગ ના ચગાવી જેથી અબોલ પક્ષીઓ ના જીવ બચી સકે.

આની સાથે ઉપર આપેલ હેલ્પલાઇન વિશે ની માહિતી તમારા દરેક જીવદયાપ્રેમી મિત્રો સુધી પોહચાડવા કર્તવ્ય જીવદયા કેન્દ્ર તરફ થી અપીલ કરવા માં આવી છે

Back to top button
error: Content is protected !!