Rajkot: મહિલાઓ સાથે થતી હિંસાની નાબૂદીના અભિયાન અંતર્ગત ગોંડલ તાલુકાના વાળધરી ગામ ખાતે મહિલા રોજગારલક્ષી એક દિવસીય તાલીમ યોજાઈ

તા.૨૬/૧૧/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Gondal: ગુજરાત સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા તા. ૨૫ નવેમ્બરથી તા. ૧૦ ડિસેમ્બર સુધી મહિલાઓ સાથે થતી હિંસાની નાબૂદીનું અભિયાન કાર્યરત છે.
જે અન્વયે રાજકોટ જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ અધિકારીશ્રી જનકસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ “સંકલ્પ” હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન સ્કીમ અંતર્ગત તા. ૨૬ નવેમ્બરના રોજ એપીક ફાઉન્ડેશન, અમદાવાદના સહયોગથી ગોંડલ તાલુકાના વાળધરી ગામ ખાતે મહિલા રોજગારલક્ષી એક દિવસીય તાલીમ યોજવામાં આવી હતી. જેમાં મહિલાઓને વોશિંગ પાઉડર, વોશિંગ લીકવીડ અને ફિનાઈલ બનાવટ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સ્વાવલંબન યોજના અંગે માહિતી આપી હતી. યોજનાના ફોર્મ અને આઇ.ઈ.સી. વિતરણ કરવામાં આવ્યા હતા. તેમજ તાલીમાર્થીઓને તાલીમનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમનો કુલ ૪૦ મહિલાઓએ લાભ લીધો હતો.







