પોષણમાહની ઉજવણી અંતર્ગત લાંબડીયા આંગણવાડી ખાતે છ મહિના પુર્ણ કરેલ બાળકોને અન્નપ્રાશનની શરૂઆત કરાવી
*પોષણમાહની ઉજવણી અંતર્ગત લાંબડીયા આંગણવાડી ખાતે છ મહિના પુર્ણ કરેલ બાળકોને અન્નપ્રાશનની શરૂઆત કરાવી*
********
સાબરકાંઠા જિલ્લામાં પોશીના તાલુકામાં લાંબડીયા આંગણવાડી ખાતે પોષણમાહની ઉજવણી અંતર્ગત છ મહિના પુર્ણ કરેલ બાળકોને અન્નપ્રાશનની શરૂઆત કરાવી હતી. સમગ્ર રાજ્ય સહિત સાબરકાંઠા જિલ્લામાં 30 સપ્ટેમ્બર સુધી સાતમા રાષ્ટ્રીય પોષણમાહની ઉજવણી કરવામાં આવી રહી છે.જેના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જે અન્વયે લાંબડીયા આંગણવાડી ખાતે 6 મહિના પૂર્ણ થયા હોય તેવા બાળકોને આહાર શરૂઆત કરવામાં આવી હતી.સાથે જ ત્રણ થી છ વર્ષના બાળકનો જન્મ દિવસ મનાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રામની સાથે જ પોશીનાના ચોલીયા પ્રાથમિક શાળામાં સેવસેતુનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં આંગણવાડીની બહેનો દ્વારા મિલેટ્સનું પ્રદર્શન યોજવામાં આવ્યુ હતુ.
આ કાર્યક્રમમાં સાંસદશ્રી રમીલાબેન બારા,પ્રાંત અધિકારીશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, સીડીપીઓશ્રી તેમજ સ્ટાફગણ હાજર રહ્યા હતા.
અહેવાલ:- પ્રતીક ભોઈ