MORBI:મોરબી ઓમ સાંઈનાથ સ્માર્ટ ડ્રાઈવિંગ સ્કૂલના સંચાલક આકાશભાઈ નિમાવતનો આજે જન્મદિવસ

MORBI:મોરબી ઓમ સાંઈનાથ સ્માર્ટ ડ્રાઈવિંગ સ્કૂલના સંચાલક આકાશભાઈ નિમાવતનો આજે જન્મદિવસ
ઓમ સાંઈનાથ સ્માર્ટ ડ્રાઈવિંગ સ્કૂલના સંચાલક આકાશભાઈ નિમાવતનો આજે જન્મદિવસ છે. તા. ૦૩-૧૧ ના શિક્ષક માતાની કુખે જન્મેલા આકાશભાઈ નિમાવત બાળપણથી જ ટેકનીકલ અને મશીનરી સાથે લગાવ ધરાવતા હોય, તેમને ટેકનીકલ ક્ષેત્રમાં અભ્યાસ કર્યો છે તેમજ નાની ઉમરથી જ તેમને ડ્રાઈવિંગનો ખુબ જ શોખ હોવાથી આ ક્ષેત્રમાં જ કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું હતું.
મોરબીમાં ડ્રાઈવિંગ ક્ષેત્રે જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે તેમજ પધ્ધતિસર રીતે ટૂ વ્હીલર કે ફોર વ્હીલર ડ્રાઈવિંગનું કોચિંગ યોગ્ય રીતે મળતું ના હોવાથી પોતાની જન્મભૂમી એવા મોરબીને કર્મભૂમિ બનાવીને ઓમ સાંઈનાથ સ્માર્ટ ડ્રાઈવિંગ સ્કૂલનું સંચાલન કરી રહ્યા છે. જે ડ્રાઈવિંગ સ્કૂલમાં આકાશભાઈ નાગરિકોને ડ્રાઈવિંગ કરવા ઉપરાંત ટ્રાફિકના નિયમો, ગાડી અંગે ટેકનીકલ માહિતી આપીને પધ્ધતિસરનું માર્ગદર્શન પૂરું પડી રહ્યા છે તેમજ તેમની સાથે તેમના પત્ની પણ આધુનિક નારીની માફક ખભે ખભા મિલાવીને કાર્ય કરી રહ્યા છે.મોરબીની એકમાત્ર સ્માર્ટ ડ્રાઈવિંગ સ્કૂલ શરુ કરીને તેનું સફળ સંચાલન કરવાનો શ્રેય પણ આકાશભાઈ નિમાવતે યુવા વયે મેળવ્યો છે. તે ઉપરાંત તેઓ ટેક્ષી સર્વિસનું પણ સફળ સંચાલન કરી રહ્યા છે મુસાફરોની જરૂરીયાતને ધ્યાને લઈને આરામદાયક સવારી અને ઉત્તમ સર્વિસ સાથે તેઓ કેબ સર્વિસ ચલાવી રહ્યા છે આજે તેમના જન્મદિવસ પ્રસંગે તેમનો પરિવાર, મિત્રો અને મોરબી ન્યુઝની ટીમ જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે. તેમના મોબાઈલ નં ૯૭૧૨૪ ૦૭૮૦૭ પર અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે.









