GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી એલસીબી પોલીસની ટીમે ૧૨લાખ ૫૫ હજારના દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો જ્યારે બે વોન્ટેડ…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

સુરત વિભાગ પોલીસ મહાનિરીક્ષકશ્રી પ્રેમવિર સિંગ તથા પોલીસ અધિક્ષક સુશિલ અગ્રવાલ નવસારી એ દિવાળી તહેવાર નિમીતે નવસારી જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી તથા સેવનની પ્રવૃતિ અંકુશમાં લેવા માટે વી.જે.જાડેજા, પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી.નવસારીને સૂચનાના અન્વયે પૂર્વ બાતમીના આધારે નેશનલ હાઇવે ૪૮ પર બોરીયાચ ટોલનાકા પાસે એલસીબી ટીમના પીએસઆઈ એસ.વી.આહીર પીએસઆઈ આર.એસ.ગોહિલ, સહિત હે.કો. મહેન્દ્રસિંહ, હે.કો.નયનકુમાર, તથા પો.કો. અર્જુનકુમાર વોચ ગોઠવી હતી આ દરમ્યાન સુરત તરફ જતો બાતમી મુજબનો ટાટા ટેમ્પો MH-46-BB-6692 આવતા રોકવી તલાશી લેતા ભારતીય બનાવટની બિયર અને દારૂની બોટલ મળી કુલ ૮૩૭૬ જેની કિંમત ૧૨,૫૫,૪૪૦/- મુદ્દામાલ સાથે આરોપી હેમંત ઉર્ફે સોનું S/O રાધેશ્યામ ગંગારામ રહે.મધ્યપ્રદેશ ઝડપી પાડયો હતો આ બનાવના  બે આરોપીઓને વોન્ટેડ જાહેર વધુની કાર્યવાહી ગ્રામ્ય પોલીસ હાથ હતી..

Back to top button
error: Content is protected !!