MORBI:મોરબીની સિવિલ હોસ્પિટલમાં રાત્રે આવારા તત્વોનો ત્રાસ

MORBI:મોરબીની સિવિલ હોસ્પિટલમાં રાત્રે આવારા તત્વોનો ત્રાસ
(મોહસીન શેખ દ્વારા મોરબી) મોરબી ની સીવીલ હોસ્પિટલ મા રાત્રીના સમયે દારૂડિયા અને અવાર તત્વો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે હોસ્પિટલમાં આવી આવા દારૂડિયા અને આવા અવારા તત્વો રાતે ધમાલ મચાવે છે આ અંગે અગાવ પણ ઘણી રજુઆત કરવામાં આવી છે પણ કોએ ધ્યાનમાં લીધેલ નથી મોરબી સિવિલ હોસ્પિટલ જિલ્લા કક્ષાની છે તો ત્યાં કેમ પૂરતી સિક્યોરિટી નથી મેલવોર્ડ – સર્જીકલ વોર્ડ બંને વોર્ડ વચ્ચે ૧ સીક્યુરીટી છે અને પીડીયાટી – ફીમેલ – આઈ.સી.યુ. વોર્ડ આ ત્રણ વોર્ડ વચ્ચે પણ એકાજ સીક્યુરીટી છે તો સીક્યુરીટી પણ વધારવી પણ જરૂરી છે હોસ્પિટલમાં દારૂડિયાના ધામા હોવાથી લોકો રાતના સમયે આવતા ડરે છે હોસ્પિટલના સ્ટાફ સાથે અવાર નવાર માથાકૂટ કરતા હોય છે આવારા તત્વો અને ગમે તે સમયે આવી ધીંગા મસ્તી કરતા હોય છે.
તો સારવાર લેવા આવેલ દર્દી દારૂ પીધેલી હાલતમાં આવતા હોય છે અને નર્સિંગ સ્ટાફ સાથે પણ જગડો કરતા હોય છે અને જેતે વોર્ડમાં દાખલ હોય છે ત્યાં બાથરૂમ અને ટોઇલેટ પણ કરતા હોય છે તો તેના માટે પણ ડોક્ટર પ્રોહીબિસન નો ગુનો દાખલ કરાવે તો પણ દારૂડીયા નો ત્રાસ ઓછો થય સકે અને
હોસ્પિટલમાં જગ્યાએ જગ્યાએ દારૂની કોથળીઓ પડી હોય છે ત્યારે હોસ્પિટલના સુપ્રિડેન્ટ પર સવાલો ઉઠે છે શું તેમના ધ્યાનમાં આ બધું નથી આવતું આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા પ્રજા જનો ની માંગ ઉઠી છે








