Halvad:હળવદના ઢવાણા પાસે 20 લોકોને લઈને જતું ટ્રેકટર પાણીના ધસમસતા પ્રવાહ તણાયુ ૪ લોકોનો બચાવ
Halvad:હળવદના ઢવાણા પાસે 20 લોકોને લઈને જતું ટ્રેકટર પાણીના ધસમસતા પ્રવાહ તણાયુ ૪ લોકોનો બચાવ
અધિકારીઓ ઘટના સ્થળે જવા રવાના વોકળામાં પાણીના ધસમસતા પ્રવાહને કારણે સર્જાઈ દુર્ઘટના
હળવદ : હળવદના ઢવાણા પાસે 20થી વધુ લોકોને લઈને જતું ટ્રેકટર તણાયુ હોવાની બનાવ અત્યારે પ્રકાશમાં આવ્યો છે. જેમા આ બનાવમાં 4 લોકોને બચાવી લેવામાં આવ્યા જ્યારે હજુ અનેક લોકો લાપતા હોવાનું જાણવા મળી રહ્યું આ મામલે જાણ થતા જ અધિકારીઓ સહિતના દોડી ગયા હાલ ફાઇર ટીમ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
હળવદ તાલુકાના ઢવાણા ગામ પાસે એક ટ્રેકટર વોકળાના પાણીના વહેણમાં તણાયુ છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર ટ્રેક્ટરમાં અંદાજે 20 લોકો સવાર હતા.લોકો સવાર હતા. ધ્રાંગધ્રાના જીવા ગામેથી આ ટ્રેક્ટર ઢવાણા આવતું હતું ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.
વોકળામાં પાણીના ધસમસતા પ્રવાહને કારણે ટ્રેક્ટર તણાવ્યું હતું ટ્રેક્ટરમાં અંદાજે 20 લોકો હોવાનું અનુમાન જરૂર પડ્યે NDRFની ટિમ પણ બોલાવવામાં આવશે. ઘટના સ્થળેથી મામલતદારે જણાવ્યું કે ટ્રેક્ટરમાં અંદાજે 17 લોકો સવાર હતા. જેમાંથી 4 લોકોનો બચાવ થયો છે. બાકીના લોકોની શોધખોળ ચાલી રહી છે વધુ માહિતી હાલ મેળવવામાં આવી રહી છે.