Halvad:હળવદ નજીક ૧૭ થી વધુ મુસાફરો ભરેલ ટ્રેકટર નદીમાં તણાયું NDRF -SDRF ટીમની મદદથી 9 લોકોને બચાવ્યા
Halvad:હળવદ નજીક ૧૭ થી વધુ મુસાફરો ભરેલ ટ્રેકટર નદીમાં તણાયું NDRF -SDRF ટીમની મદદથી 9 લોકોને બચાવ્યા
ઉચ્ચ અધિકારીઓ,ધારાસભ્ય સહિતના ઘટના સ્થળે, પોલીસ,ફાયર,SDRF,NDRF ટીમ દ્વારા બચાવ કાર્ય શરૂ
હળવદ તાલુકાના ઢવાણા ગામ પાસે એક ટેક્ટર વોકડાના પાણીમાં તણાવ્યું હતું જેમાં ગ્રામજનો એ જણાવ્યા અનુસાર ટ્રેક્ટર માં 17 લોકો સવાર હતા. ધાંગધ્રા ના જીવા ગામેથી આ ટેકટર આવતું હતું ત્યારે દુર્ઘટના સર્જાઈ હતી ભરેલ ટ્રેકટર કોઝવે પાર કરતી વખતે પલ્ટી ખાઈ જતાં તેમાં રહેલ લોકો ડૂબવા લાગ્યા હતા.ઘટનામાં સ્થાનિક લોકોની મદદથી4 લોકોને બચાવી લેવાયા હતા.જોકે બાકીના લોકો લાપતા બન્યા હતા જેથી હળવદ અને મોરબી ફાયર વિભાગની મદદ લેવાઈ હતી ઘટનાં ની જાણ થતાં સ્થાનિક મામલતદાર પોલીસ ની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતુ જિલ્લા કલેકટર પણ ઘટનાં ની જાણ થતા સ્થળે દોડી ગયા હતા અને રેસ્કયું ઓપરેશન ની મુલાકાત લઈ સ્થિતીનો તાગ મેળવ્યો હતો.મોડી રાત્રે એસ ડી આર એફ અને એન ડી આર એફ ની ટીમે રેસક્યું ઓપરેશન હાથ ધર્યું હતુ. સવાર સુધીમાં 9લોકોને બચાવી લેવાયા હતા જ્યારે 7લોકો હજુ પણ લાપતા હોવાથી તેની શોધખોળ ચાલી રહી છે