MORBI:મોરબી માહિતી ખાતા દ્વારા પરંપરાગત ગુજરાત દીપોત્સવી અંક નંબર ૨૦૮૦ પ્રકાશિત કરવામાં આવ્યો
MORBI:મોરબી માહિતી ખાતા દ્વારા પરંપરાગત ગુજરાત દીપોત્સવી અંક નંબર ૨૦૮૦ પ્રકાશિત કરવામાં આવ્યો
દર વર્ષની પરંપરા મુજબ સાહિત્ય રસિકો, લેખકો, ગુજરાતના પ્રબુદ્ધ નાગરિકો માહિતી ખાતા દ્વારા પ્રકાશિત ગુજરાત દીપોત્સવી અંકની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. આ રસથાળ સમો અંક માત્ર રૂ.૪૦ ની નજીવી કિંમતમાં જ સાહિત્યના સ્ટોલ્સ પર જાહેર જનતા માટે ઉપલબ્ધ છે. રાજ્ય સરકારના માહિતી વિભાગ, ગાંધીનગર દ્વારા તાજેતરમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉપરોક્ત અંકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ વિશેષ દીપોત્સવી અંકમાં આપણા રાજ્યના જાણીતા કવિઓ, લેખકો, તત્વજ્ઞાનીઓ, ચિંતકો અને પ્રબુદ્ધ નાગરિકોના લખાણનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત તેમાં ગુજરાતની લોકકલા અને સંસ્કૃતિ, લોકનૃત્યો, પર્વો, મેળાઓ, મંદિરો, શિલ્પો, ગુજરાતની અસ્મિતા, વેશભૂષા, પહેરવેશોની આકર્ષક તસવીરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. મોરબીના નાગરિકો આ અંક મેળવવા માટે રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ સ્થિત રાજેશ બૂક સ્ટોર અને મયુર એજન્સી રાજકોટ ખાતે સંપર્ક સાધી શકશે.