GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના ફેઝ-૨ અંગે સરપંચ અને તલાટી મંત્રીઓ માટે તાલીમ યોજાઈ

MORBI:મોરબીમાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના ફેઝ-૨ અંગે સરપંચ અને તલાટી મંત્રીઓ માટે તાલીમ યોજાઈ

 

 

મોરબીમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત SIRD અને સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના ના ઉપક્રમે સરપંચશ્રીઓ અને તલાટી મંત્રીશ્રીઓને સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના ફેઝ-૨ના વિવિધ ઘટકો અંગે માર્ગદર્શન આપવા એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત લોકોમાં સ્વચ્છતા બાબતે જાગૃતિ આવે તે માટે અનેકવિધ આજનો હાથ ધરવામાં આવી રહ્યા છે. હાલ દેશમાં સ્વચ્છતા અનુસંધાને સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજનાનો ફેઝ- ૨ અમલમાં છે. ત્યારે લોકોને આ યોજનાના ઘટકોની કામગીરી માહિતી મળે તેમજ કન્વર્ઝન કામગીરીનું અમલીકરણ ગ્રામ્ય કક્ષાએ યોગ્ય રીતે થાય તે માટે મોરબીમાં ગ્રામ્ય વિસ્તારના સરપંચ અને તલાટી મંત્રીઓને માર્ગદર્શન આપવા તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ એક દિવસીય તાલીમમાં મોરબીના સરપંચશ્રીઓ અને તલાટી મંત્રીશ્રીઓને SIRD ના નિષ્ણાંત ટ્રેઈનર્સ દ્વારા વિસ્તૃત યોજનાકીય માહિતી આપવામાં આવી હતી તથા યોજનાના તમામ માપદંડની ઊંડાણ પૂર્વકની માહિતી આપવામાં આવી હતી.

Oplus_131072

Back to top button
error: Content is protected !!